જમ્મુ અને કાશ્મીરમાં હથિયાર ઉઠાવી રહેલા લોકોને ત્યાંના યુવાઓએ જોરદાર જવાબ આપ્યો છે. શનિવાર 575 પરિવાર માટે ખુશીનો દિવસ રહ્યો. અહીં 575 યુવા જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફેંટ્રી (Jammu and Kashmir Light Infantry)માં સામેલ થયા. શનિવારે થયેલી પાસિંગ આઉટ પરેડ બાદ આ તમામ ભારતીય સેનાનો હિસ્સો બની ગયા.
શનિવારે પીઓપી દરમિયાન આ તમામ જવાનોના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. કાશ્મીર લાઇટ ઇન્ફેંટ્રી (JKLIR)માં સામેલ થયા બાદ વસીમ અહમદ મીરે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું. મારા માતા-પિતા ગર્વ અનુભવી રહ્યા છે. અમને શારીરિક અને માનસિક બંને રીતે સેનામાં ઘણું બધું શીખવા મળે છે. મારા પિતા પણ સેનામાં હતા, તેમના યૂનિફોર્મે મને સુરક્ષા દળમાં સામેલ થવાની પ્રેરણા આપી.
575 youth from J&K joined the Jammu and Kashmir Light Infantry Regimental Centre during the passing out parade in SRINAGAR, today. pic.twitter.com/i9bKYZvsvH
આર્ટિકલ 370 હટાવ્યા બાદ ધીમે-ધીમે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં લોકો રાજ્યમાં લાદેલા પ્રતિબંધોથી પરેશાન રહ્યા પરંતુ જેમ-જેમ પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી રહી છે, તેમ જીવન ફરી પાટા પર આવી રહી છે. આ દરમિયાન કાશ્મીર ઘાટીના યુવાઓ દેશ માટે પોતાની ફરજ નિભાવવા સેનામાં સામેલ થઈ રહ્યા છે.