કાબૂલ આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક 57 પર પહોંચ્યો, 119 લોકો ઘાયલ

News18 Gujarati
Updated: April 23, 2018, 10:35 AM IST
કાબૂલ આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક 57 પર પહોંચ્યો, 119 લોકો ઘાયલ
કાબૂલ આત્મઘાતી હુમલામાં મરનારની સંખ્યા વધી

  • Share this:
અફIઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મતદાન નોંધણી કેન્દ્રની બહાર રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુકઆંક વધીને 57 થઈ ગયો છે, મૃત્યુ પામેલા લોકોમાં 22 મહિલાઓ અને 8 બાળકો સામેલ છે. અફઘાનીસ્તાનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદ મજરૂહએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 119 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 17 બાળકો અને 52 મહિલાઓ છે.

માહિતીના આધારે,રવિવારે બપોરે મતદાન નોંધણી કેન્દ્ર બહાર ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન એક આત્મઘાતી હુમલાખોરે રોડ પર વિસ્ફોટ કરીને ખુદને ઉડાવી દીધો,  ત્યાં હાજર લોકો પણ આ હુમલાની ઝપેટમાં આવી ગયા.આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના આદેશ મુજબ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે તેમની પ્રચાર શાખા 'અમક' દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે.આ હુમલાને કારણે 20 ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીમાં સુરક્ષા અંગેની ચિંતા વધારી દીધી છે. કાબુલ પોલીસના પ્રમુખ દાઉદ અમીને કહ્યું કે,'હુમલો પ્રવેશ દ્વાર પર થયો હતો. આ એક આત્મઘાતી હુમલો હતો. જ્યાં લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી.'

અધિકારીઓના કહેવા પ્રમાણે હુમલો, મતદાન નોંધણી કેન્દ્રને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાં હુમલો કરવામાં આવ્યો, ત્યાં મોટી તાદાતમાં શિયા વસતી રહે છે.આપને જણાવી દઇએ કે અફઘાનમાં ખૂબ લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી માટે 14 એપ્રિલથી રજીસ્ટ્રેશનનું કામ શરૂ થયું છે. ચૂંટણી અધિકારીઓ માને છે કે હુમલા બાદ 20 ઑક્ટોબર પર યોજાનારી ચૂંટણીને લઇને સલામતીની ચિંતા વધી ગઇ છે.

અહીંની વિધાનસભાની ચૂંટણી આગામી 20મી ઓક્ટોબરે યોજાવાની છે. જેને પગલે અત્યારથી જ આતંકીઓએ લોકશાહી ઢબે યોજાનારી આ ચૂંટણીનો વિરોધ બોમ્બથી કર્યો હતો. આગામી 2૦મી ઓક્ટોબરે વિધાનસભાની જે ચૂંટણી યોજાશે તેની સીધી અસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જોવા મળશે જે આગામી વર્ષે યોજાવાની છે.
Published by: Bhoomi Koyani
First published: April 23, 2018, 10:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading