Home /News /national-international /

Republic Day 2022: આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં આ લોકો છે ખાસ મહેમાન, નામ જાણીને ચોંકી જશો

Republic Day 2022: આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં આ લોકો છે ખાસ મહેમાન, નામ જાણીને ચોંકી જશો

ભારત આજે 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. (AP)

Special invitees in this year Republic Day Parade: દેશમાં આજે ગણતંત્ર દિવસ (Republic Day)ની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. આ વખતે 565 લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા 250 મજૂરો, 115 સફાઈ કામદારો, 100 ઓટોરિક્ષા ચાલક અને 100 આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. દેશમાં આજે ગણતંત્ર દિવસ (republic Day)ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. મુખ્ય સમારોહ રાજધાની દિલ્હીના રાજપથ ખાતે આયોજિત છે. કોરોના પ્રોટોકોલ (Covid protocol)ને કારણે આ વખતે સમારંભમાં વધુ લોકો ભાગ લઈ શકશે નહીં, પરંતુ આ વખતે ખાસ મહેમાનોની યાદીમાં જે લોકોનું નામ છે, તે સાંભળીને તમને ગર્વ થશે. આ વખતે 565 લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા 250 મજૂરો, 115 સફાઈ કામદારો, 100 ઓટોરિક્ષા ચાલક અને 100 આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.

    73મા પ્રજાસત્તાક દિવસે આ વખતે માત્ર મર્યાદિત લોકો જ મુખ્ય કાર્યક્રમ જોઈ શકશે. પોલીસની નવી ગાઇડલાઇન અનુસાર, પરેડમાં ફક્ત તે જ લોકોને ભાગ લેવાની મંજૂરી છે જેમણે અનિવાર્યપણે રસીના બંને ડોઝ લઈ લીધા છે. આ છે ખાસ આમંત્રિત મહેમાનો:

    અશોક કુમાર, સફાઈ કર્મચારી

    આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ખાસ આમંત્રિત મહેમાનોમાં 52 વર્ષીય સફાઈ કર્મચારી અશોક કુમારનો પણ સમાવેશ થાય છે. અશોક કુમાર છેલ્લા 25 વર્ષથી નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી છે. તેઓ ગાઝિયાબાદમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. જો કે તેઓ દિલ્હીમાં કનોટ પ્લેટ પર કામ કરે છે, પરંતુ તેમણે આજ સુધી ક્યારેય ગણતંત્ર દિવસ સમારોહ જોયો નથી.

    આ પણ વાંચો: Republic Day 2022: ITBPનાં જવાનોએ માઇનસ 40 ડિગ્રમાં ઉજવ્યો ગણતંત્ર દિવસ

    અશોકે કહ્યું, 'અમે કોવિડની લહેરમાં સખત મહેનત કરી છે. અમને જે કરવાનું કહેવામાં આવે છે તે અમે કરીએ છીએ. અમે સતત સફાઈ કામમાં રોકાયેલા હોઈએ છીએ. અશોક સવારે 6 વાગ્યાથી બપોરના 2 સુધી કામ કરે છે અથવા ક્યારેક 2થી રાતના 10 વાગ્યા સુધી કામ કરે છે. તેઓ કહે છે કે, ભગવાનની કૃપાથી હું મારી ફરજ સારી રીતે બજાવી રહ્યો છું.’

    અક્ષય તાંતી, કન્સ્ટ્રક્શન વર્કર

    અક્ષય તાંતી માલદા, પશ્ચિમ બંગાળના વતની છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી રાજધાનીમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા છે. તાંતીએ કહ્યું કે, હું છેલ્લા 50 દિવસથી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છું. આ પહેલા મેં વડોદરામાં કામ કર્યું હતું.

    આ પણ વાંચો: Padma Awards 2022: કર્મચારીઓને ફ્લેટ-મર્સિડીઝ ભેટ આપનાર સવજી ધોળકિયાને પદ્મ પુરસ્કાર

    તેમણે કહ્યું, 'જ્યારે કોવિડની પહેલી લહેર આવી, ત્યારે મને મારા ગામ જવું પડ્યું. ઘણા દિવસો સુધી બેરોજગાર રહ્યા. આ દરમિયાન અમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. કેટલીકવાર અમને ખાવાનું પણ મળતું ન હતું. વરસાદની સીઝનમાં તો કામ મળવું વધુ મુશ્કેલ બની ગયું હતું. ગમે તે રીતે અમે પોતાનું પેટ ભરી રહ્યા હતા.’ તેમના બે નાના-નાના બાળકો છે જેમને તેઓએ ગામ મોકલી દીધા છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Republic day, Republic Day 2022, Republic Day Celebration, ભારત

    આગામી સમાચાર