કોરોના વાયરસ : મુંબઈના ધારાવીમાં સંક્રમિત થયેલા વ્યક્તિનું હોસ્પિટલમાં મોત

News18 Gujarati
Updated: April 1, 2020, 11:19 PM IST
કોરોના વાયરસ : મુંબઈના ધારાવીમાં સંક્રમિત થયેલા વ્યક્તિનું હોસ્પિટલમાં મોત
કોરોના વાયરસ : મુંબઈના ધારાવીમાં સંક્રમિત થયેલા વ્યક્તિનું હોસ્પિટલમાં મોત

દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi)માં કોરોના વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં બુધવારે કોરોના વાયરસ (Coronavirus)ના 33 કેસ નોંધાયા છે. જે પછી રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 335 થઈ ગઈ છે. જેમાં 30 કેસ મુંબઈમાં (Mumbai)છે. દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi)માં કોરોના વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ધારાવીમાં એક 56 વર્ષીય વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે. વ્યક્તિના પરિવારના સાત લોકોને હોમ ક્વોરન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે. તેમની ગુરુવારે તપાસ કરવામાં આવશે. આ વ્યક્તિ જે ઇમારતમાં રહેતો હતો તેને સીલ કરી દેવામાં આવી છે.

મુંબઈના વર્લી વિસ્તારના કોલીવાડાવા 86 લોકોને હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. મુંબઈના સોમવારે ઘણા લોકો કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા પછી રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે વર્લીના કોલીવાડા ક્ષેત્ર અને ગોરેગાંવ ઉપનગરને હોટસ્પોટ જાહેર કર્યા છે.

આ પણ વાંચો - નિઝામુદ્દીનની મસ્જિદ ખાલી કરતા ન હતા મૌલાના, રાત્રે 2 વાગે પહોંચી ગયા NSA ડોભાલ

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કહ્યું હતું કે પ્રદેશમાં પાંચ હજારથી વધારે લોકોને અત્યાર સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. કારણ કે આ લોકો કોરોના વાયરસ પ્રભાવિત 162 દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. પ્રદેશમાં 5 હજાર 343 લોકોની ઓળખ વધારે જોમમવાળા કોરોના સંદિગ્ધ તરીકે કરવામાં આવી છે. આ લોકોની દેખરેખ માટે ચાર હજાર સ્વાસ્થ્ય કર્મીઓને રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Coronavirus : સુરતમાં Dmartનો કર્મચારી કોરોના પોઝિટિવ, મચ્યો હડકંપ, કુલ સંક્રમિત કેસ 12
First published: April 1, 2020, 11:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading