Home /News /national-international /55 વર્ષના વેવાઈને થયો વેવાણ સાથે પ્રેમ, ઘરના દાગીના અને વસ્તુઓ પ્રેમિકાને પહોંચાડી, પત્ની આપ્યા ત્રણ તલાક
55 વર્ષના વેવાઈને થયો વેવાણ સાથે પ્રેમ, ઘરના દાગીના અને વસ્તુઓ પ્રેમિકાને પહોંચાડી, પત્ની આપ્યા ત્રણ તલાક
ઈર્ષ્યા- કોઈથી વધારે ઈર્ષ્યા ન થવી જોઈએ. આ પરિણીત યુગલોમાં ફૂટ પાડવાનું મોટું કારણ બને છે. જીવનસાથીને દગો આપવાનું મુખ્ય કારણ ઇર્ષા પણ ગણી શકાય. આ યુગલોને વિકૃતિ તરફ દોરી જાય છે અને વધુ ગુનાહિત પગલા લેવા તેમને મજબૂર કરે છે.
અબ્દુલે તલાક.. તલાક.. તલાક કહી દીધું હતું. આ વાતથી ઘરમાં કોહરામ મચી ગયું હતું. અબ્દુલે પોતાની પત્ની સહિત આખા પરિવારને ઘરમાંથી બહાર કાઢી દીધો હતો.
ઝારખંડઃ કહેવાય છે કે પ્રેમને (love) કોઈ ઉંમર નથી હોતી. જેનું જીવતું જાગતું ઉદાહરણ ઝારખંડના (Jharkhand) ગઢવા જિલ્લામાં જોવા મળ્યું હતું. અહીં એક વૃદ્ધ વેવાઈને (vevai) પોતાની વેવાણ (vevan) સાથે પ્રેમ થયો હતો. જેના કારણે તેણે લગ્નના (marriage) 40 વર્ષ બાદ પત્નીને ત્રણ તલાક (tripal talaq)આપ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગઢવા જિલ્લાના સદર પોલીસ સ્ટેશને ન્યાયની ગુહાર લગાવવા માટે પત્ની પહોંચી હતી. પત્ની પોતાના પતિથી પરેશાન છે. આ મામલો એટલા માટે અલગ છે કારણે જે દેશમાં કાયદાકીય રીતે ત્રણ તલાક ઉપર પ્રતિબંધ છે ત્યારે આજે પણ લોકો આ નિયમની ધજ્જિયા ઉડાવી રહ્યા છે.
આ મામલો જિલ્લાના મેરાલ પોલીસ સ્ટેશનના ટિકુલડીહા ગામનો છે. અહીં 55 વર્ષીય અબ્દુલ શેખ સાહને પોતાના વચેટ પુત્રની સાસુ એટલે કે વેવાણ સાથે પ્રેમ થઈ ગયો હતો. અબ્દુલની પત્નીએ આનો વિરોધ કરતા તે ગુસ્સે ભરાયો હતો અને અબ્દુલે તલાક.. તલાક.. તલાક કહી દીધું હતું. આ વાતથી ઘરમાં કોહરામ મચી ગયું હતું.
અબ્દુલે પોતાની પત્ની સહિત આખા પરિવારને ઘરમાંથી બહાર કાઢી દીધો હતો. અને ઘરના ઘરેણા અને અનેક સામાન પોતાની પ્રેમિકા એટલે કે વેવાણને પહોંચાડ્યો હતો. આ ઘટના બાદ આખો પરિવાર મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પીડિત વૃદ્ધ મહિલાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. પુત્રએ પણ આ વાતને લઈને પિતા સાથે ઝઘડો કર્યો હતો. આ મામલા અંગે આરોપી પતિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આવું કંઈ થયું નથી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરું કરી છે.
" isDesktop="true" id="1024051" >
એક સમયે આખા દેશે બિહારના પટનાના વૃદ્ધ મટુકનાથનો પ્રેમ જોયો હતો. આજે ઝારખંડના ગઢવામાં આવી જ કંઈ ઘટના જોવા મળી છે. પરંતુ આજનો પ્રેમ નિયમ વિરુદ્ધ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર