55 વર્ષની લૂટેરી દુલ્હન, લગ્નના આઠ દિવસ પછી 4 લાખના ઘરેણા અને 50 હજાર રોકડા લઇને ફરાર

દુલ્હન પિયર જવાનું કહીને ભાગી ગઈ હતી (પ્રતિકાત્મક તસવીર)

આ પહેલા યુવકે લગ્ન માટે 8 લાખ રૂપિયા પણ આપ્યા હતા

 • Share this:
  અલવર : લૂટેરી દુલ્હનનો (Robber bride) મામલો હવે અલવર (alwar)જિલ્લામાં પણ જોવા મળ્યો છે. વચેટિયાએ સ્ટેમ્પ પર એગ્રીમેન્ટ કરીને ભરતપુરના ડીગની નજીક પાનેરીની 55 વર્ષની મહિલા ગીતાના કાનિયાવાસ ગામના 37 વર્ષના યુવક સાથે મેરેજ (marriage)કરાવ્યા હતા. જોકે મહિલા લગ્નના 8 દિવસ પછી ભાગી ગઈ છે. પિયર જવાનું કહીને ભાગી ગઈ છે. લૂટેરી દુલ્હન પોતાની સાથે 4 લાખના ઘરેણા અને 50 હજાર રૂપિયા રોકડા લઇ ગઈ છે. આ પહેલા યુવકે લગ્ન માટે 8 લાખ રૂપિયા આપ્યા હતા. એક વર્ષ જૂના આ મામલાનો ખુલાસો 2 વચેટિયાની ધરપકડ પછી થયો છે.

  ટહલાના કાનિયાવાસના રહેવાસી જમીનદાર રામવતારના પુત્ર જગદેવે આ મામલે કેસ નોંધાવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું કે શ્રીયા ઉર્ફે રામસહાયની કાનિયાબાસમાં ઓળખાણ હતી. તેમને ખબર હતી કે યુવકના લગ્ન થયા નથી તે લગ્ન કરવા ઇચ્છુક છે. તેથી તેણે સહયોગી નિહાલ સિંહ અને ગીતાએ મળીને ષડયંત્ર રચ્યું હતું. બંનેએ લગ્ન માટે ગીતાને તૈયાર કરી હતી. પછી તે યુવકના ઘરે પહોંચ્યા હતા. 7 જૂન 2020ના રોજ યુવકના પરિવારજનોએ રામસહાય અને નિહાલ સિંહને 8 લાખ રૂપિયા આપ્યા હતા.

  આ પણ વાંચો - ઉત્તરી અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં નમાજ દરમિયાન બ્લાસ્ટ, 100ના મોત, જોવા મળ્યો ભયાનક નજારો

  દેખાડવા માટે સ્ટેમ્પ પર કર્યો લગ્નનો કરાર

  આ પછી રામસહાય, નિહાલ અને ગીતા અને બીજા બે ત્રણ જણ યુવકને તાલુકામાં લઇ ગયા હતા અને ત્યાં સ્ટેમ્પ પેપર બંનેના લગ્નનો કરાર કરવામાં આવ્યો હતો. પછી તે દિવસે ગીતા દુલ્હન બનીને યુવક સાથે તેના ગામ ગઈ હતી. 8 દિવસ રહ્યા પછી તેને લેવા માટે રામસહાય અને નિહાલ સિંહ આવ્યા હતા. તેમણે તેને પિયર લઇ જવા આવ્યા છે તેમ કહ્યું હતું, દુલ્હન ઘરમાંથી ઘરેણા અને 50 હજાર રૂપિયા લઇને પિયર ગઈ હતી.

  દુલ્હન ઘણા દિવસ સુધી આવી ન હતી અને યુવક તેને લેવા માટે તેના ઘરે ગયો હતો તો તેણે આવવાની ના પાડી દીધી હતી. આ પછી વચેટિયાએ કહ્યું કે તે પૈસા પણ પાછા આપી શકશે નહીં અને મદદ પણ કરી શકશે નહીં. આથી યુવકે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધ્યો હતો. એક વર્ષ અને 3 મહિના પછી પોલીસે બે વચેટિયાની ધરપકડ કરી હતી. આ પછી આખો મામલો સામે આવ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: