રામમંદિર મામલે કાયદો ઘડવા તમામ 543 સાંસદોને મળશે VHP

News18 Gujarati
Updated: November 15, 2018, 1:25 PM IST
રામમંદિર મામલે કાયદો ઘડવા તમામ 543 સાંસદોને મળશે VHP
ફાઇલ તસવીર

આ તમામ સાંસદોની મુલાકાત લઈને વીએચપી રામમંદિરના નિર્માણ માટે જરૂરી કાયદો બનાવવા માટે સમર્થન માંગશે।

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વિશ્વ હિન્દૂ પરિષદ (VHP) અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે તમામ 543 સાંસદોની મુલાકાત લેશે. આ માટે વીએચપી દ્વારા 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધીનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ તમામ સાંસદોની મુલાકાત લઈને વીએચપી રામમંદિરના નિર્માણ માટે જરૂરી કાયદો બનાવવા માટે સમર્થન માંગશે। વિશ્વ હિન્દૂ પરિષદ ઈચ્છે છે કે આગામી શિયાળુ સત્રમાં આ તમામ સાંસદો પાસેથી સમર્થન મેળવીને કાયદો પારિત કરી દેવાય.

પ્રાપ્ત જાણકારી અનુસાર, 11 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સંતરા શરુ થનાર છે. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. આ દરમિયાન વિશ્વ હિન્દૂ પરિષદે રામમંદિરના નિર્માણને લઈને ઠરાવ લાવી તેના ઉપર કાયદો બનાવવાની દિશામાં માંગણી તેજ કરી દીધી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વિશ્વ હિન્દૂ પરિષદ સહિતના તમામ જમણેરી સંગઠનોએ રામમંદિરના નિર્માણ માટે એડીચોટીનું જોર લગાવવું શરુ કરી દીધું છે. આ માંગને વધુ બળવત્તર બનાવવા માટે સંસદના શિયાળુ સત્રના થોડા સમય પૂર્વે એટલે કે નવમી ડિસેમ્બરે દિલ્લીના રામલીલા મેદાન ખાતે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં લગભગ 8 લાખ લોકો પહોંચે તેવી આશા સેવાઈ રહી છે. આ પૈકીના ઘણા સાધુ-સંતો પણ હશે. અમને પ્રાપ્ત માહિતી મુજબ આ મેગા રેલીમાં આરએસએસના લગભગ તમામ મોટા નેતાઓ પણ હાજર રહેશે.

“અખિલ ભારતીય સંત સમિતિ” દ્વારા આયોજિત કરવામાં આવનારી આ મેગા રેલી દ્વારા કેન્દ્ર સરકાર ઉપર ઠરાવ લાવી રામમંદિરના નિર્માણનો રસ્તો સરળ બનાવવાની માંગણી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રામમંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ સાથે સાંકળયેલા કેસની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી મુલતવી રાખી છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલાની સુનવણી ઉચિત બેન્ચ કરશે અને આ બેન્ચ જ આ કેસની તારીખ ઉપર નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટના આ વલણ બાદ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સંસદમાં કાયદો લાવવાની માંગણી વધુ વેગ પકડી રહી છે.

આ પૂર્વે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 25 નવેમ્બરે અયોધ્યા, નાગપુર અને બેંગલુરુમાં 'જનાગ્રહ' રેલી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલીનો ઉદેશ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જન સમર્થન પ્રાપ્ત કરવાનો છે. આ રેલીમાં પાંચથી 10 લાખ લોકો શામેલ થશે તેવું સંઘના અમ્બરીષકુમારે મીડિયાને જણાવ્યું હતું.
First published: November 15, 2018, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading