વરસાદ અને પૂરથી ગુજરાતના 52 સહિત છ રાજ્યોમાં કુલ 537 લોકોના મોતઃ NERC

News18 Gujarati
Updated: July 29, 2018, 11:17 AM IST
વરસાદ અને પૂરથી ગુજરાતના 52 સહિત છ રાજ્યોમાં કુલ 537 લોકોના મોતઃ NERC
ઉના તાલુકાના કનેરી ગામમાં વરસાદનું પાણી ફરી વળ્યું હતું

જ્યોમાં કુલ 537 લોકોના મોત થયા હોવાની માહિતી એનઈઆરસીએ આપી હતી.

  • Share this:
અત્યારે દેશમાં ચોમાસું જામી રહ્યું છે. પરંતુ દેશમાં અને રાજ્યમાં એવા વિસ્તારો છે જ્યાં વરસાદનું આગમન થયું નથી. દેશના પૂર્વ વિસ્તારોમાં વરસાદે જળબંબાકાર કરી મુક્યું છે તો ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી હતી. આવી સ્થિતિમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વરસાદ અને પૂરના કારણે છ રાજ્યોમાં કુલ 537 લોકોના મોત થયા હોવાની માહિતી એનઈઆરસીએ આપી હતી. જેમાં સૌથી વધારે મોત આસામમાં 304 લોકોના મોત થયા છે. આંકડા પ્રમાણે ગુજરાતામાં 52 લોકોએ વરસાદ અને પૂરના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

એનઈઆરસીએ દેશના 6 રાજ્યોમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં માનવ મૃત્યુ અંગેની માહિતી આપી હતી. NERC પ્રમાણે વરસાદ અને પૂરના કારણે છ રાજ્યોમાં કુલ 537 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધારે લોકો આસામ રાજ્યમાં સૌથી વધારે 304 લોકોના મોત થયા છે. બીજા નંબરે કેરળ રાજ્યનો આવે છે જ્યાં 125 લોકોના મોત થયા છે.

વરસાદ અને પૂરના કારણે મહારાષ્ટ્રમાં 138 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આંકડા પ્રમાણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને પૂરે 52 લોકોનો ભોગ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વરસાદે દક્ષિણ ગુજરાતથી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ પોરબંદર અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદે દેધનાધન કરી હતી. જેના કારણે આ વિસ્તારોમાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ હતી.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસદાના કારણે જમીનો ધોવાઇ ગઇ છે. ખેતરમાં આવેલા વાવેત ઉપર પાણી ફેરવાઇ ગયું હતું. આ ગીર સોમનાથ વિસ્તારમાં એક ખેડૂતને જમીન ધોવાઇ જવાના કારણે આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. આવા અનેક ખેડૂતોની જમીનો ધોવાઇ ગઇ છે. લાખો રૂપિયાનું ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું.
First published: July 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading