લૉકડાઉન વચ્ચે બેંક મેનેજર પર બળાત્કાર, આરોપી બાલ્કનીમાંથી ઘરમાં ઘૂસ્યો

News18 Gujarati
Updated: April 18, 2020, 8:12 AM IST
લૉકડાઉન વચ્ચે બેંક મેનેજર પર બળાત્કાર, આરોપી બાલ્કનીમાંથી ઘરમાં ઘૂસ્યો
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનને પગલે લોકોની અવરજવર પર પ્રતિબંધ છે ત્યારે આવો બનાવ બનતા સુરક્ષા અંગે અનેક સવાલ ઉભા થયા.

  • Share this:
ભોપાલ : દેશભરમાં લૉકડાઉન (Lockdown) વચ્ચે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ (Bhopal)માં એક બેંક મેનેજર (Bank Manager) પર કથિત બળાત્કારનો કેસ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર સંચાલિત એક બેંકમાં મેનેજર તરીકે કામ રહેલી રહેલી મહિલા પર કોઈ અજાણ્યા વ્યક્તિએ શહેરના પોશ શાહપુરા વિસ્તારમાં આવેલા તેણીના ફ્લેટમાં બળાત્કાર ગુજાર્યો હતો. આ બનાવ શુક્રવારે વહેલી સવારે બન્યો હતો.

લૉકડાઉન વચ્ચે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની મંજૂરી નથી ત્યારે આ બનાવ બનતા સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થયો છે. મળતી માહિતી પ્રમાણે 53 વર્ષીય મહિલા ફ્લેટમાં એકલી રહે છે. તેણી જોઈ શકતી નથી. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને પગલે મહિલાના પતિ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં તેના વતનમાં ફસાયા છે.

આ અંગે તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સંજય સાહુએ જણાવ્યું હતું કે, આરોપી પગથિયાથી મહિલા બીજા માળે જે ફ્લેટમાં રહેતી હતી ત્યાં પહોંચ્યો હતો, જે બાદમાં બાલ્કનીના ખુલ્લા દરવાજા વડે તે મહિલાના ફ્લેટમાં પ્રવેશ્યો હતો. જે બાદમાં તેણે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચો :  આ બે દીકરીઓ એક વર્ષ શોપિંગ નહીં કરે, તેમાંથી બચતા 1 લાખ રુપિયા પીએમ રાહત ફંડમાં આપ્યા

પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. લૉકડાઉન વચ્ચે જ્યારે લોકોની અવરજવર પર પ્રતિબંધ છે ત્યારે આ બનાવ કેવી રીતે બન્યો તેને લઈને લોકોમાં અનેક શંકા જન્મી રહી છે.
First published: April 18, 2020, 8:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading