Home /News /national-international /'આગામી 3 મહિનામાં J&Kના યુવાનોને આપીશુ 50 હજાર સરકારી નોકરીઓ'

'આગામી 3 મહિનામાં J&Kના યુવાનોને આપીશુ 50 હજાર સરકારી નોકરીઓ'

રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી.

ઈન્ટરનેટ બંધ રહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ઈન્ટરનેટ આપણા કરતા વધારે પાકિસ્તાનીઓને કામ આવે છે. તેથી, તે બંધ કરવામાં આવ્યું છે. મલિકે જણાવ્યું કે, લેન્ડલાઈન મોટાભાગની જગ્યા પર ખુલી ગયા છે

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જમ્મુ કાશ્મીરના વિકાસ સાથે જોડાયેલી ઘણી વાતો કરી. સત્યપાલ મલિકે કહ્યું કે, તમામ અસુવિધા થોડા સમય માટે જ છે. પ્રતિબંધ લગાવ્યા બાદથી અમે કોઈ સિવિલિયન કેજ્યુઅલ્ટી નથી થવા દીધી, આ મોટી પ્રાથમિકતા છે. 40 હજાર લોકો ક્રોસ બોર્ડર આતંકવાદમાં મર્યા.

ઈન્ટરનેટ બંધ રહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ઈન્ટરનેટ આપણા કરતા વધારે પાકિસ્તાનીઓને કામ આવે છે. તેથી, તે બંધ કરવામાં આવ્યું છે. મલિકે જણાવ્યું કે, લેન્ડલાઈન મોટાભાગની જગ્યા પર ખુલી ગયા છે, કેટલીક જગ્યાઓ પર મોબાઈલના ઉપયોગને પણ અમે ખોલી રહ્યા છીએ. પરંતુ, ઈન્ટરનેટમાં ટાઈમ લાગશે. જમ્મુના 6 જીલ્લામાં મોબાઈલ ખુલી ચુક્યા છે. આજથી જમ્મુના 10 જીલ્લામાં મોબાઈલ ખુલી ગયા છે.

સ્કૂલો વિશે સત્યપાલ મલિકે કહ્યું કે, રાજ્યમાં 3000 પ્રાઈમરી સ્કૂલ ખોલવામાં આવી છે. 1000 મિડલ સ્કૂલ ખોલવામાં આવ્યા છે. કેટલીક જગ્યા પર તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે.

સારી રીતે થઈ રહી છે લોકોની સારવાર
સત્યપાલ મલિકે કહ્યું કે, હોસ્પિટલોમાં લોકોની સારી સારવાર થઈ રહી છે. દર્દીઓને હોસ્પિટલ લાવવા લઈ જવા માટે પણ ગાડીઓની સુવિધા કરાવવામાં આવી રહી છે. સત્યપાલ મલિકનું કહેવું છે કે, પેશન્ટને સરકાર તરફથી આર્થિક સહાયતા પણ આપવામાં આવી રહી છે.

ટુંક સમયમાં સામાન્ય થશે સ્થિતિ
સત્યપાલ મલિકે કહ્યું કે, ટુંક સમયમાં જ રાજ્યમાં સામાન્ય સ્થિતિ પાછી આવી જશે. તેમણે કહ્યું કે, હું આશ્વાસન આપુ છું કે, આપણે અહીંના કલ્ચર, માહોલ અને પરિવેશને બનાવી રાખવાની પૂરી કોશિસ કરીશુ. તેમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં આવવા દઈએ. તેમણે કહ્યું કે, અમે દરેક જીલ્લાના ડીસીને 5 કરોડ ફાળવ્યા છે, આ પંચાયતને આપવામાં આવેલી રકમથી અલગ છે. સત્યપાલ મલિકે કહ્યું કે, 1-2 દિવસમાં જમ્મુ-કાશ્મીર માટે મોટી જાહેરાતો થવાની છે.

50 હજાર સરકારી ભરતીઓ
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, અમે તમામ વિભાગોમાં જોયુ. આ સમયે અમારી પાસે 50 પદ ખાલી છે. આ સરકારી નોકરીઓ અગામી 3-4 મહિનામાં યુવાનોને આપવામાં આવશે. આ સિવાય લાખો યુવાનોની સુરક્ષાદળમાં ભરતી કરવામાં આવશે.

સફરજન ઉત્પાાદકોને થશે નફો
સફરજનની પેદાશને લઈ સત્યપાલ મલિકે કહ્યું કે, અમે નફેડની સાથે મળીને એક સ્કિમ લાવી રહ્યા છીએ. જેમાં નફેડ બજાર ભાવથી 10 રૂપિયા વધારે એમએસપી આપી તેમની પાસેથી સફરજન ખરીદશે, જેનાથી સફરજન ઉગાડતા લોકોને પરેશાની નહીં થાય.

દેશનું શાનદાર રાજ્ય હસે જમ્મુ-કાશ્મીર
કોલેજ અને હોસ્પિટલ ખોલવા વિશે સત્યપાલ મલિકે કહ્યું કે, રાજ્ય 50 ડિગ્રી કોલેજ વધુ ખોલશે. છોકરીઓ માટે અલગ કોલેજ ખુલશે. આ સિવાય 5 મેડિકલ કોલેજ પણ ખોલવામાં આવશે. આ બધુ થયું તો, કાશ્મીર એટલું શાનદાર બની જશે, જેટલું દેશનું કોઈ રાજ્ય નથી.
First published:

Tags: Jammu Kashmir, Says