Home /News /national-international /શું નોટબંધી દરમિયાન બંધ થયેલી 500 અને 1000ની નોટો ફરીથી બદલાશે? સુપ્રીમ કોર્ટ આપશે પરવાનગી
શું નોટબંધી દરમિયાન બંધ થયેલી 500 અને 1000ની નોટો ફરીથી બદલાશે? સુપ્રીમ કોર્ટ આપશે પરવાનગી
નોટો ફરીથી બદલાશે?
Demonetisation Once Again: નોટબંધીને કારણે નોટો બદલવા માટે લોકો સૌથી વધુ ચિંતિત હતા. બેંકો આગળ મોડી રાત સુધી લાંબી કતારો જોવા મળી હતી. નોટબંધીને લીધે ઘણા લોકો હેરાન થયા હતા અને ઘણાને નુકશાન પણ વેઠવું પડ્યું હતું.
દિલ્હી: નોટબંધીને કારણે નોટો બદલવા માટે લોકો સૌથી વધુ ચિંતિત હતા. બેંકો આગળ મોડી રાત સુધી લાંબી કતારો જોવા મળી હતી. નોટબંધીને લીધે ઘણા લોકો હેરાન થયા હતા અને ઘણાને નુકશાન પણ વેઠવું પડ્યું હતું. દેશમાં નોટબંધીના નોટિફિકેશનને પડકારતી અરજીઓની શુક્રવારે બંધારણીય બેંચ સમક્ષ સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસએ નઝીરની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચે સંકેત આપ્યો હતો કે તે જૂની નોટો બદલવા માટે સિસ્ટમ બનાવવા પર વિચાર કરશે. જોકે કેટલાક વિશેષ કેસોમાં જ પરવાનગી આપવામાં આવશે. બંધારણીય બેંચ આ મામલે 5 ડિસેમ્બરે સુનાવણી ચાલુ કરશે.
કોર્ટ આવો આદેશ આપી શકે નહીં: વેંકટરામાણી
આ અરજીઓમાં 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નોટિફિકેશનને ગેરકાયદેસર ગણાવીને પડકારવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ વેંકટરામાણીએ કહ્યું કે, કોર્ટ આવો આદેશ આપી શકે નહીં. નોટબંધી બાદ નોટો બદલવાની વિન્ડોને લંબાવવામાં આવી હતી, પરંતુ લોકોએ તેનો લાભ લીધો ન હતો. તેમણે કહ્યું કે કેટલાક ખાસ મામલામાં સરકાર નોટ બદલવા પર વિચાર કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે નોટબંધીની સૂચનાનો બચાવ કરતા કહ્યું કે આ પગલું નકલી નોટોની સમસ્યા અને આતંકવાદના ફંડિંગને રોકવા માટે લેવામાં આવ્યું હતું.
નોટબંધી રિઝર્વ બેંક એક્ટ, 1934ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. આમાં કોઈ કાયદાકીય સમસ્યા નથી. હવે આ અરજીઓ પર વિચાર કરવો એટલે શૈક્ષણિક કવાયત, જેનો હવે કોઈ અર્થ રહેતો નથી. અમે એક એવી મિકેનિઝમ બનાવવા પર વિચાર કરીશું, જે ખાસ કેસમાં રૂ. 500 અને રૂ. 1000ની જૂની નોટો બદલવાનો વિકલ્પ જોશે. રિઝર્વ બેંક તેને 2017 એક્ટની કલમ 4(2)(3) હેઠળ કરી શકે છે.
એક અરજદારે કહ્યું કે, ‘મારી પાસે એક કરોડ રૂપિયાથી વધુની જૂની નોટો છે.’ કોર્ટે કહ્યું, તમે તેને સંભાળીને રાખી મુકો. બીજા એક અરજદારે કહ્યું કે, મારી જપ્ત કરેલી લાખો રૂપિયાની રકમ કોર્ટમાં જમા છે, પરંતુ નોટબંધી પછી તે નકામી થઈ ગઈ. ત્રીજા અરજદારે કોર્ટેને કહ્યું, અમે વિદેશમાં હતા. વિન્ડો માર્ચ પહેલા બંધ થઈ ગઈ હતી. તે માર્ચના અંત સુધી ખુલ્લું રહેશે, તેવું કહેવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર