Home /News /national-international /OMG love story: 50 વર્ષની અને 7 બાળકોની માતાને 20 વર્ષના યુવક સાથે થઈ ગયો પ્રેમ, પછી થયું એવું જે જાણીને દંગ રહી જશો

OMG love story: 50 વર્ષની અને 7 બાળકોની માતાને 20 વર્ષના યુવક સાથે થઈ ગયો પ્રેમ, પછી થયું એવું જે જાણીને દંગ રહી જશો

અજીબો ગરીબ પ્રેમ કહાની

Madhya Pradesh Crime News: 50 વર્ષીય મહિલાને પોતાનાથી 30 વર્ષ નાના યુવક સાથે પ્રેમ (Love) થઈ ગયો હતો અને મહિલા પોતાનું ઘર છોડીને આ 20 વર્ષના યુવકને લઈને ભાગી ગઈ હતી.

મધ્ય પ્રદેશના છતરપુરથી વિચિત્ર લવ સ્ટોરી (Love story) સામે આવી છે. આ લવ સ્ટોરી જાણીને તમને આશ્ચર્ય થશે. 50 વર્ષીય મહિલાને પોતાનાથી 30 વર્ષ નાના યુવક સાથે પ્રેમ (Love) થઈ ગયો હતો અને મહિલા પોતાનું ઘર છોડીને આ 20 વર્ષના યુવકને લઈને ભાગી ગઈ હતી. આશ્ચર્યની (OMG) વાત એ છે કે, આ મહિલા સાત બાળકોની માતા (Mother of 7 kids) છે અને આ બાળકોની ઉંમર 38 વર્ષથી લઈ 12 વર્ષ વચ્ચેની હોવાનું કહેવાય છે.

સાસરિયાનું કહેવું છે કે, તેમની વહુ લગભગ એક અઠવાડિયાથી ગાયબ છે. હવે પરિવારે તેમને શોધવા માટે SPની મદદ માંગી છે. મહિલાના પતિનું કહેવું છે કે, તેમને પાંચ દીકરીઓ અને બે દીકરા છે. ત્રણ દીકરીઓના લગ્ન થયા છે અને બે હજી ઘરે છે. આ ઉપરાંત 18 અને 16 વર્ષના બે પુત્રો છે.

આ ઘટના બાબતે SP કચેરીએ તે મહિલાનો પતિ પહોંચ્યો હતો અને કહ્યું હતું કે, મારી ઉંમર 55 વર્ષ છે. અમારા બંનેના લગ્ન 35 વર્ષ પહેલા થયા હતા અને અમારે 7 બાળકો છે. થોડા દિવસ પહેલાં અમે ચઢેરનપુરવા ગામે કાપણીનું કામ કરવા ગયા હતા. ત્યાં 20 વર્ષનો યુવક પણ લણણીનું કામ કરવા આવ્યો હતો. આ સમય દરમિયાન મારી પત્ની અને યુવક મિત્ર બની ગયા હતા. ધીમે ધીમે બંનેની નિકટતા વધતી ગઈ હતી અને બંને વચ્ચે ઘણી વાતો થતી હતી.

આ દરમિયાન લણણીનું કામ પૂરું થતાની સાથે જ બંને એકસાથે ગાયબ થઈ ગયા હતા. જ્યારે તે પોતાની પત્નીને શોધવા માટે યુવકના ઘરે પહોંચ્યો ત્યારે તેના પરિવારે તેને ધમકાવીને ભગાડી દીધો હતો.

આ પણ વાંચોઃ-Suicide: અમદાવાદઃ પત્ની સાથેની પાળીમાં નોકરી માટે શિક્ષક ટીના ભરવાડે પ્રિન્સિપાલને આપ્યો ત્રાસ, પ્રિન્સિપાલની આત્મહત્યા

પૈસા લઈ ભાગી ગઈ પત્ની
પતિનું કહેવું છે કે, કાપણીના કામ બાદ તેને ઘઉં અને તલ મળ્યા હતા. આ સાથે કેટલીક રોકડ રકમ પણ મળી આવી હતી. પત્નીએ આ બધું વેચી દીધું હતું અને પૈસા લઈને ભાગી ગઈ હતી. જેથી હવે પરિવારને ઘણી તકલીફો પડી રહી છે. આ ઘટનામાં 20 એપ્રિલના રોજ પત્નીના ભાગી જવા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-Molestation: સુરતમાં પરિણીતાની છેડતીનો વિચિત્ર કિસ્સો, અલગ અલગ નંબરોથી ફોન કરી શરીર સુખની માંગ

ત્યારબાદ તેમણે છતરપુરના SPને અરજી કરી હતી પરંતુ અહીં પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નહોતો. પતિએ કહ્યું કે, પોલીસે પત્નીને શોધી કાઢવી જોઈએ અને આરોપી યુવકની ધરપકડ થવી જોઈએ. આ બાબતે પોલીસે કહ્યું કે, તેમને આ કેસની જાણકારી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થશે તો તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Crime news, Love story, Madhya pradesh