પાકિસ્તાની સુંદરીએ 50 ભારતીય સૈનિકોને ‘હની ટ્રેપ’માં ફસાવ્યા: એકની ધરપકડ

News18 Gujarati
Updated: January 13, 2019, 2:08 PM IST
પાકિસ્તાની સુંદરીએ 50 ભારતીય સૈનિકોને ‘હની ટ્રેપ’માં ફસાવ્યા: એકની ધરપકડ
પાકિસ્તાની એજન્ટ અને સોમવીર સિંઘ

તપાસમાં એવી પણ વિગતો મળી છે કે, અનિકા ચોપરા નામથી ચેટ કરતી આ મહિલા સૈનિકોને ભારતીય સૈનિકની માહિતી આપવા બદલ પૈસા પણ આપતી હતી.

  • Share this:
શું પાકિસ્તાનની જાસૂસી સંસ્થાએ ભારતીય સૈનિકોને તેમની માયાજાળ (હની ટ્રેપ)માં ફસાવવા માટે છૂટી મૂકી છે ? એક માહિતી પ્રમાણે અનિકા ચોપરા નામ ધારી મહિલાએ 50 જેટલા ભારતીય સૈનિકોને તેની માયાજાળમાં ફસાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. ભારતીય સેનાએ એક ભારતીય સૈન્યનાં સિપાઇ સોમવીર સિંઘની ધરપકડ પણ કરી છે.

સોમવીર સિંઘ પણ આ સુંદરીનાં માયાજાળમાં ફસાઇ ગયો હતો અને ભારતીય સેનાની વિગતો આ પાકિસ્તાની એજન્ટને વોટ્સએપ દ્વારા મોકલતો હતો.
હકીકત એવી છે કે, ફેસબૂકમાં અનિકા ચોપરા તેની જાતને ભારતીય આર્મીમાં કેપ્ટન તરીકે ઓળખ આપે છે અને તેના પ્રોફાઇલ પિક્ચરમાં ગ્રીન સાડી પહેરેલો ફોટો મૂક્યો છે અને હસતી દેખાય છે. પણ આ સુંદર દેખાતી યુવતિએ 50 જટેલા ભારતીય સૈનિકોને ફસાવી ચુકી છે.

ભારતીય સૈન્યને ચોક્કસ માહિતી મળી છે કે, આ મહિલા પાકિસ્તાનથી ઓપરેટ કરે છે અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભારતીય સેનાનાં જવાનોને ફસાવે છે. હનીટ્રેપ કરે છે.

હનીટ્રેપ જાસુસી સંસ્થાઓની જુની ટેકનીક છે. આ પ્રકારનાં વધતા કિસ્સાઓથી ભારતીય સૈન્યમાં ચિંતા વધી છે.

જેની ધરપકડ થઇ છે તે સિપાહી સોમવીર સિંઘ આર્મર્ડ યુનિટ (જેસલમેર)માં ફરજ બજાવે છે. આ જવાન હનીટ્રેપમાં ફસાયો અને ભારતીય સૈન્યની ખાનગી માહિતી આ મહિલાને તેણે આપી હોવાની વિગતો બહાર આવી છે.અગત્યની વાત એ છે કે, સોમવીર સિંઘ પરિણીત છે પણ આ પાકિસ્તાની એજન્ટ છોકરીથી તે એટલો આકર્ષાઇ ગયો કે, પોતે તેની પત્નિને છુટાછેડા આપવા તૈયાર થઇ ગયો હતો. પણ સોમવીર સિંઘે એવો દાવો કર્યો કે, એ છોકરી પાકિસ્તાની એજન્ટ છે તે તેને ખબર નહોતી પણ પાછળથી આ છોકરી તેની સાથે બ્લેકમેઇલ કરવા લાગી હતી.

સોશિયલ મીડિયમાં આ છોકરીએ લખ્યુ કે, તે જુનાગઢની છે,


સોમવીર સિંઘને સૌથી પહેલા 2016માં ફેસબૂક પર અનિકા ચોપરા ઓળખાણ થઇ હતી. અનિકાએ તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સુંદર છોકરીની રિક્વેસ્ટથી તે ઉત્સાહિત થઇ ગયો હતો. જો કે,મિલીટ્રી ઇન્ટેલિજન્સને બાતમી મળી ગઇ હતી કે, સોમવીર સિંઘ હનીટ્રેપમાં ફસાયો છે અને તેના પર વોચ રાખવામાં આવી હતી. પણ જ્યારે તેણે જમ્મુ માંથી આ છોકરીને ફોન કરવાની શરૂઆત કરી ત્યાર ખબર પડી કે, આ ઘટના મોટી છે. આ પછી સૈન્યને એવી પણ માહિતી મળી કે, આ છોકરી પાકિસ્તાનમાં રહે છે અને તે ભારતીય સૈનિકોને ફસાવી રહી છે.

તપાસમાં એવી પણ વિગતો મળી છે કે, અનિકા ચોપરા નામથી ચેટ કરતી આ મહિલા સૈનિકોને ભારતીય સૈનિકની માહિતી આપવા બદલ પૈસા પણ આપતી હતી.

રાજસ્થાન પોલીસ અને મિલીટ્રી ઇન્ટેલીજન્સ આ તમામ જવાનોની તપાસ કરી રહી છે જેઓ આ છોકરીની જાળમાં ફસાયા હોવાની શક્યતા છે.

 
First published: January 13, 2019
વધુ વાંચો
अगली ख़बर