તેલંગાણામાં મંદિરે દર્શન કરી પરત ફરતી બસ ખીણમાં પડી, 7 બાળકો સહિત 50 લોકોના મોત

તેલંગણામાં બસ અકસ્માત - 40ના મોત - 20 ઘાયલ

50 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરી સારવાર માટે નજીકની હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.

 • Share this:
  તેલંગણાના કોંડાગટ્ટૂમાં મંગળવાર સવારે એક મોટી બસ દર્ઘટના સર્જાઈ છે. અહીં એક બસ ખીણમાં પડી જવાથી  50 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બસ જ્યારે ખીણમાં ખાબકી ત્યારે બસમાં 60 જેટલા મુસાફર સવાર હતા.

  શરૂઆતમાં મળતી પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસ ખીણમાં અચાનક ખીણમાં ખાબકી, જેમાં 50 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યૂ કરી સારવાર માટે નજીકની હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે.

  કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગણા રાજ્ય પરિવહન નિગમ(ટીએસઆરટીસી)ની આ બસ મંગળવારે સવારે કોંદાગટ્ટૂથી જગતિયાલ પાછી ફરી રહી હતી તે સમયે રસ્તામાં શનિવારપેટ ગામ પાસે રોડ પરથી ઉતરી ખીણમાં ખસકી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે.

  દુર્ઘટના સ્થળે રહેલા સ્થાનિક લોકોના મતે બસની બ્રેક ફેઈલ થવાના કારણે ડ્રાઈવરે સ્ટેરિંક પરથી કાબુ ગુમાવી દીધો. જોકે, પોલીસનું કહેવું છે કે તે પૂરા મામલાની તપાસ કરી રહી છે. આ તપાસ બાદ જ સ્પષ્ટ કારણ બહાર આવશે.

  કોંડાગટ્ટૂમાં સ્થિત અંજનેય સ્વામી મંદિર ઘણુ પ્રસિદ્ધ છે, જેને સ્થાનિક લોકો તીર્થ સ્તળ તરીકે માને છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બસના મોટાભાગના યાત્રાળુઓ મંદિરે દર્શન કરી પાછા ફરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે.

  આ ઘટનાની જાણ થતા, પોલીસ અને બચાવ રાહત ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ ઘાયલ લોકોને તુરંત સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે ઉમટી પડ્યા હતા.

  આ મુદ્દે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દુખ વ્યક્ત કર્યું છે. સાથે તેમણે હોસ્પિટલ તંત્રના અધિકારીઓને ઘાયલોને સારામાં સારી ઝડપી સારવાર મળી રહે તે માટેનો આદેશ કર્યો છે.
  Published by:kiran mehta
  First published: