કાસગંજ હિંસામાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાના પરિવારના લોકોએ તેમના ઘરની છત પર 50 ફૂટ ઊંચો તિરંગો ફરકાવીને તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પરિવારના લોકો ચંદનને શહીદનો દરજ્જો આપવાની સતત માંગ કરી રહ્યા છે.
મંગળવારે ચંદનની બહેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને તેને શહીદનો દરજ્જો આપવાની માંગણી કરી હતી. જોકે, યોગીએ આ બાબતે તેમને કોઈ આશ્વાસન આપ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે મળ્યા બાદ પરિવારના લોકોએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેમણે તેમની માંગણીએ મુખ્યમંત્રીને સોંપી દીધી છે.
આ પહેલા મંગળવારે કાસગંજ હિંસા દરમિયાન ચંદનની હત્યામાં ફરાર રહેલા સલમાનની પોલીસ ધરપકડ કરી હતી. સલમાન કોતવાલી વિસ્તારના નવાબ મહોલ્લાનો નિવાસી છે. પોલીસને સલમાન પાસેથી એક તમંચો અને એક કારતૂસ પણ મળી આવ્યાં છે. આ પહેલા પોલીસે મુખ્ય આરોપી સલીમની ધરપકડ કરી લીધી હતી.
આ કેસમાં હાલ વસીમ જાવેદ અને નસીમ જાવેદ નામના બે આરોપી ફરાર છે. નોંધનીય છે કે પોલીસ એફઆઈઆરના જણાવ્યા પ્રમાણે સલીમની ગોળી વાગવાને કારણે ચંદનનું મોત થયું હતું. આરોપીઓની ધરપકડ માટે એસટીએફ સતત કેમ્પ પણ કરી રહી છે.
આ પહેલા સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે મંગળવારે કહ્યું હતું કે, કાસગંજ હિંસામાં યોગી સરકાર એક સમાજને નિશાન બનાવી રહી છે. તેમણે કહ્યું કે 26મી જાન્યુઆરીના રોજ હિંસામાં ચંદન ગુપ્તાની હત્યા એક હિન્દુએ જ કરી છે, પરંતુ મુસલમાનો પર આત્યાચાર થઈ રહ્યા છે. રામગોપાલે કહ્યું કે તેમની પાર્ટી આ સહન નહીં કરે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર