Home /News /national-international /

વાહ! ડોક્ટરોનો અનોખો વિરોધ: માગણી ન સંતોષાય ત્યાં સુધી રક્તદાન કરશે

વાહ! ડોક્ટરોનો અનોખો વિરોધ: માગણી ન સંતોષાય ત્યાં સુધી રક્તદાન કરશે

તબીબો રક્તદાન કરી રહ્યા છે.

હડતાળ પર ગયેલા તબીબો સોમવારે આરોગ્ય વિભાગનાં અધિકારીઓને મળીને તેમની માંગણીઓ રજૂ કરશે. 

    ઉત્તર પુર્વિય રાજ્ય મણીપુરનાં ઇમ્ફાલમાં જવાહરલાલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસનાં તબીબો તેમને પ્રમોશન મળે તેની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે પણ તેમણે વિરોધનાં અનોખો રસ્તો અપનાવ્યો છે.

    પોતાની માગણી માટે વિરોધ કરતાં તબીબોએ એવુ નક્કી કર્યુ છે કે, જ્યાં સુધી તેમને પ્રમોશન નહીં મળે ત્યાં સુધી દરેક તબીર ત્રણ યુનિટ બ્લડ ડોનેટ કરશે.
    આ હોસ્પિટલમાં કામ કરતા 40 ડોક્ટરોને પ્રમોશનની માગણી સાથે તબીબો હડતાલ પર ઉતર્યા છે અને તેમનો વિરોધ પ્રગટ કરી રહ્યાં છે.

    ન્યૂઝ18 સાથે વાતચીત કરતા ડો. લોઇતોન્ગબામ નેલ્સને કહ્યું કે, અમે અમારી માગણીનો લેટર મુખ્યમંત્રીને લખીને મોકલી દીધો છે પણ અમને તેનો કોઇ પ્રત્યુતર આવ્યો નથી. આથી, અમે નક્કી કર્યુ છે કે, જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી રોજ ત્રણ યુનિટ બ્લડ ડોનેડ કરીશું. હોસ્પિટલમાં બ્લડ બેંક છે જ.”

    મહત્વની વાત છે કે, આ વિશેષ પ્રકારનાં રક્તદાનમાં 50 જેટલા ડોક્ટરોએ જોડાવવાનું નક્કી કર્યું છે. ડોક્ટરોએ કહ્યું કે, આ પ્રકારનાં વિરોધથી દર્દીઓને ઇમરજન્સીમાં ફાયદો પણ થશે. જો અમારુ પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી તો પણ અમે અમારો સંપુર્ણ સમય અમારી ડ્યૂટીમાં કેવી રીતે લગાવી શકીએ ? અમે રક્તદાન ચાલુ જ રાખીશું.”

    આ ઉપરાંત, તબીબોની હડતાળ દરમિયાન દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે 77 તબીબોને ફરજ પર રાખ્યા છે. ડોક્ટરોની માંગણી છે કે, તેમાના 40 ડોક્ટરોને પ્રમોશન આપી આસિસ્ટન્ટ ડોક્ટર બનાવો. ડોક્ટરો પેન્શન યોજનાના લાભની પણ માંગણી કરે છે.

    હડતાળ પર ગયેલા તબીબો સોમવારે આરોગ્ય વિભાગનાં અધિકારીઓને મળીને તેમની માંગણીઓ રજૂ કરશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Blood donation, Cause, Doctors, Promotion, Protests, મેડિકલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन