5 વર્ષની બાળકીએ યુવકને ખીજવતા યુવક બાળકીને દુકાનમાં લઈ જઈને શટર બંધ કરી દીધું હતું. તેના હાથ, પગ અને ગળા ઉપર ચપ્પા વડે અનેક વાર કર્યા હતા. આ સમગ્ર ઘટના યુવકની પુત્રીએ પણ જોઈ હતી.
રોહિત સિંહ, પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રતાપગઢમાં (Pratapgarh) જધન્ય હત્યા (murder) સામે આવી છે. અહીં એક યુવક પિન્ટુએ 5 ર્ષીય માસૂમ બાળકી શ્વેતાની ચપ્પા વડે નિર્મમ હત્યા (5 year old girl murder) કરી દીધી હતી. હત્યાંકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. મામલો લાલગંજ પોલીસ સ્ટેશન (Lalganj police station) વિસ્તારમાં આવતા ખંડવા ગામનો છે. અહીં 5 વર્ષીય બાળકીએ પીન્ટુ નામના યુવક ઉપર કોમેન્ટ કરીને ખીજાવતી હતી. જેના પગલે ગુસ્સે ભરાયેલા યુવકે બાળકીને ચપ્પાના ઘા મારીને ઘાયલ કરી દીધી હતી. બાળકીને તાત્કાલિક લાલગંજ સીએસસી હોસ્પિટલ (CSC) લઈ જવામાં આવી હતી. જ્યાંથી બાળકીને હાયર સેન્ટર પ્રયાગરાજ રેફર કરવામાં આવી હતી. અંહી બાળકીને મૃતજાહેર કરી હતી. ગંભીર રૂપથી ઘાયલ બાળકીએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
ઘટના બાદ ગ્રામીણોએ સનકી યુવકની જોરદાર પીટાઈ કરી હતી. ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. પીટાઈ બાદ યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના અંગે જાણ થતાં એડિશનલ એસપી સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પિન્ટુ નામનો યુવક ગામમાં ફરી રહ્યો હતો ત્યારે ગામમાં જ રહેતી પાંચ વર્ષની બાળકીએ તેના ઉપર કોમેન્ટ કરીને ખીજવ્યો હતો. બાળકી દ્વારા ખીજવવાથી નારાજ યુવક પિન્ટુએ બાળકીને દુકાનમાં લઈ જઈને શટર બંધ કરી દીધું હતું. તેના હાથ, પગ અને ગળા ઉપર ચપ્પા વડે અનેક વાર કર્યા હતા. એટલું જ નહીં તેણે પોતાની પુત્રીને પણ દુકાનમાં બંધ કરી દીધી હતી.
પોતાની પુત્રી સામે જ કરી બાળકીની હત્યા
પોતાની પુત્રી સામે જ તેણે માસૂમ બાળકીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પુત્રી પણ ડરી ગઈ હતી. ત્યારબાદ આરોપી યુવક પિન્ટુએ ગ્રામીણોએ પકડીને ઢોર માર માર્યો હતો. અને ચપ્પાના હુમલાથી ઘાયલ 5 વર્ષની બાળકી શ્વેતાએ હોસ્પિટલ લઈ જતા સમયે દમ તોડ્યો હતો.
આરોપી યુવક પિન્ટુ સંકી પણ હતો. એએસપી દિને દ્વિવેદીનું કહેવું છે કે મામસૂ બાળકીની હત્યા કરવામાં આવી છે. આ મામલે કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પિન્ટુ દુબેને ગ્રામીણોએ ઘટના બાદ પકડી લીધો હતો અને ઢોર માર માર્યો હતો.
પોલીસ પહોંચતા જ ગ્રામિણોએ પોલીસને સોંપી દીધો હતો. ગામના લોકોએ માર મારતા યુવકની હાલત ગંભીર હતી. પોલીસ પ્રોટક્શનમાં તમે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. બાળકીની હત્યા બાદ ગામમાં સનસની ફેલાઈ હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર