દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ઓછું કરવા માટે ગત બે મહિનાથી લોકડાઉન (Lockdown) લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે અનેક લોકો જે તે શહેરોમાં જ અટવાઇ પડ્યા છે. અને તે પોતાના વતન પાછા નથી ફરી શક્યા. ત્યારે આવું જ કંઇક એક પાંચ વર્ષના બાળક અને તેના પરિવાર સાથે પણ થયું છે. લોકડાઉનના ચોથા ચરણમાં ફ્લાઇટ અને ટ્રેન ચાલવાની છૂટ મળતા આખરે આ બાળકની ઘરવાપસી શક્ય બની છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પછી ફરી એક વાર દેશમાં ઘરેલુ વિમાન સેવાઓ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે.
સોમવારે જ્યારે દિલ્હીથી પહેલી ઉડ્ડાન બેંગલુરુ માટે ભરવામાં આવી ત્યારે ફ્લાઇટમાં તમામ યાત્રીઓ સાથે એક 5 વર્ષનો બાળક પણ સફર કરી રહ્યો હતો. ખાસ વાત એ છે કે બાળક વિમાનમાં એકલો જ મુસાફરી કરી રહ્યો હતો. વિહાન શર્મા નામના આ બાળકને ત્રણ મહિના પહેલા પોતાના માતા-પિતા સાથે દિલ્હી દાદા-દાદીને મળવા આવ્યો હતો. થોડા દિવસ પછી વિહાનના માતા-પિતા તેને તેના દાદા-દાદી પાસે છોડી બેંગલુરુ આવી ગયા. તે વિચાર સાથે કે બાળક દાદા દાદી સાથે ઉનાળાની રજાઓ થોડો સમય માણશે. પણ તે પછી થોડા સમયમાં જ દેશમાં લોકડાઉન થઇ ગયું.
વિહાનની માતા મંજરી શર્માએ કહ્યું કે ગત ત્રણ મહિનાથી વિહાન દિલ્હીમાં તેના દાદા-દાદી પાસે જ હતો. સોમવારે જેવી દિલ્હી સરકારે ફ્લાઇટ સેવા શરૂ કરી વિહાનની મમ્મીએ તરત તેની ટિકિટ બુક કરાવી. અને પહેલી ફ્લાઇટની પોતાના આંખોના તારાને ઘરે બોલાવી લીધો. જો કે વિહાનનું ઉંમર 5 વર્ષની છે. અને આટલી નાની ઉંમરમાં કોરોના જેવા કપરા સમયમાં તેણે દિલ્હીથી બેંગલુરુ સુધીને એકલો સફર નક્કી કર્યો.
વિહાનને લેવા જ્યારે તેની મા બેંગલુરુ એરપોર્ટ પર પહોંચી તો કરુણા સભર દ્રશ્યો સર્જાયા હતા. વિહાનને ફ્લાઇટ સ્ટાફે તેની મા સુધી સુરક્ષિત પહોંચાડ્યો હતો. વિહાનને જોઇને તેની માની આંખોમાંથી આંસુ બંધ જ નહતા. જો કે સાવધાનીના કારણે તેમણે તેને ગળે ન લગાવ્યો અને ખુશી ખુશી મા-દિકરો પોતાના ઘરે પહોંચ્યા.
Published by:News18 Gujarati
First published:May 25, 2020, 16:05 pm