રસ્તે રખડતા કૂતરાઓએ પાંચ વર્ષના માસૂમને બનાવ્યો શિકાર, માતા-પિતા ગયા હતા હૉસ્પિટલ

રસ્તે રખડતા કૂતરાઓએ પાંચ વર્ષના માસૂમને બનાવ્યો શિકાર, માતા-પિતા ગયા હતા હૉસ્પિટલ
લોહીલુહાણ હાલતમાં રસ્તા કિનારે કણસતા બાળકને બચાવવા કોઈ સામે ન આવ્યું, પરિવારમાં આક્રંદ

લોહીલુહાણ હાલતમાં રસ્તા કિનારે કણસતા બાળકને બચાવવા કોઈ સામે ન આવ્યું, પરિવારમાં આક્રંદ

  • Share this:
    સુમિત કુમાર, પાણીપત. હરિયાણા (Haryana)ના પાણીપત (Panipat) જિલ્લાના ઉઝા રોડ પર નલવા કોલોની નિવાસી યોગી નામનો પાંચ વર્ષના માસૂમ રમતા-રમતા પોતાના દોસ્તોની સાથે રિસાલૂ રોડ પર જતો રહ્યો. અહીં રસ્તે રખડતાં કૂતરાઓએ (Street Dogs) માસૂમને પોતાનો શિકાર બનાવી દીધો. તે ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં રસ્તા કિનારે તડફડતો રહ્યો. ત્યાંથી પસાર લોકોએ માસૂમને લોહીલુહાણ સ્થિતિમાં જોતાં તેની માહિતી સ્થાનિક સેક્ટર-29 પોલીસ સ્ટેશનને આપી. જ્યાં સુધી પરિજનો અને પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ચૂક્યું હતું.

    માસૂમના મોતથી પરિજનો ઘેરા આઘાતમાં છે અને સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે. મળતી માહિતી મુજબ, પરિજનો ઘરે નહોતા અને દીકરો રમતા-રમતા બહાર જતો રહ્યો અને આ દુર્ઘટના બની. માસૂમના મોતની જાણ થતાં પડોશીઓ અને પરિવારના અન્ય સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે જનરલ હૉસ્પિટલ મોકલી આપી.



    આ પણ જુઓ, કોરોના ટેસ્ટના ડરથી આસામમાં રેલવે સ્ટેશનથી એક સાથે ભાગ્યા 400 મુસાફરો, Video વાયરલ

    મૂળ રૂપે ઉત્તર પ્રદેશના વતની સતપાલ પ્રજાપતે જણાવ્યું કે, તેઓ પત્ની મનીષા અને ત્રણ બાળકો મોદી (6 વર્ષ), યોગી (5 વર્ષ) અને રાહુલ (1 વર્ષ) સાથે છેલ્લા દોઢ વર્ષથી નલવા કોલીનીમાં રહે છે. તે કૃષ્ણા ગાર્ડનની પાસે ઓટોમાં જૂના કપડા ખરીદીને વેચવાનું કામ કરે છે. શનિવારે તેમની પત્ની મનીષાની તબિયત ખરાબ થઈ તો તેની સારવાર માટે સવારે સાડા દસ વાગ્યે પત્ની અને સૌથી નાના દીકરા રાહુલને લઈ ડૉક્ટરની પાસે નૂરવાલા ગયા હતા.

    આ પણ વાંચો, ગેસ સિલિન્ડરથી અકસ્માત થતા મળે છે 50 લાખ રૂપિયાનું વળતર, જાણો કેવી રીતે કરવો દાવો

    મોટો દીકરા મોદી અને વચલા દીકરા યોગીને ઘરે જ મૂકીને ગયા હતા. જ્યારે તેઓ બપોરે લગભગ દોઢ વાગ્યે ઘરે આવ્યા તો તેમને મોદી ઘરની પાસે રમતો જોવા મળ્યો પરંતુ યોગીની ભાળ નહોતી મળી. આ દરમિયાન સૂચના મળી કે બાળકને કૂતરાઓએ પોતાનો શિકાર બનાવ્યો છે. તેમણે જ્યારે ઘટનાસ્થળે જઈને જોયું તો ત્યાં એક લાશ પડેલી હતી. તેમણે પાસે જઈને જોયું તો તે તેમના દીકરા યોગીની હતી.
    Published by:Mrunal Bhojak
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ