Jammu Kashmir Kulgam Encounter: પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળોએ પુલવામામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. જ્યારે 5 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે. કુલગામમાં (Kulgam) પોલીસ દ્વારા કરવામાં આવેલા આતંકીઓ પરના હુમલામાં 5 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. પોલીસે એક જ કલાકમાં 5 આતંકીઓને ઠાક કર્યા છે અને 2ની ધરપકડ કરી છે. 2 અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં પોલીસે 5 લોકોને ઠાર કર્યા છે.
પોમ્બાઈ અને ગોપાલપુર ગામમાં એન્કાઉન્ટરમાં આતંકી ઠાર
કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, સુરક્ષા દળોએ પોમ્બાઈ અને ગોપાલપુરા ગામમાં એન્કાઉન્ટરમાં આ આતંકીઓને ઠાર કર્યા છે. હાલમાં બંને જગ્યાએ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળોએ પુલવામામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરી છે. તેઓ આતંકવાદી હુમલાની ફિરાકમાં હતા.
આવી સ્થિતિમાં તેમની ધરપકડ સાથે સુરક્ષા દળોએ એક મોટો ખતરો ટાળવાનું કામ કર્યું છે. ધરપકડ કરાયેલા બંને આતંકવાદીઓની ઓળખ અમીર બશીર અને મુખ્તાર ભટ તરીકે થઈ છે. બ્લોકમાં ચેકિંગ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી IED મળી આવ્યા છે. હાલ બંનેની તપાાસ સાથે પૂછપરછ કરવામાં આવી આવી રહી છે.
આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના કુલગામના પોમ્બે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અધિકારીએ કહ્યું કે, ગોળીબાર ચાલુ છે અને વિગતોની રાહ જોવાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર