Afghanistan Crisis: 5 તાલિબાની હતા અમેરિકા માટે સૌથી મોટો ખતરો, હવે તે જ કરશે અફઘાનિસ્તાન પર રાજ

Afghanistan Crisis: 5 તાલિબાની હતા અમેરિકા માટે સૌથી મોટો ખતરો, હવે તે જ કરશે અફઘાનિસ્તાન પર રાજ (File photo)

afghanistan news- એકસમયે આ અમેરિકાના (us afghanistan)સૌથી મોટા દુશ્મન હતા. અમેરિકાએ તેને કટ્ટર દુશ્મનની શ્રેણીમાં રાખ્યા હતા

  • Share this:
    નવી દિલ્હી : દોહામાં ટેબલ પર બેસીને અમેરિકી જનરલો અને રાજનયિકો સાથે વાતચીત કરનાર તાલિબાનના (taliban) 5 લોકો એકસમયે અમેરિકાના (us afghanistan)સૌથી મોટા દુશ્મન હતા. અમેરિકાએ તેને કટ્ટર દુશ્મનની શ્રેણીમાં રાખ્યા હતા અને તેને ઉચ્ચ જોખમ ઉત્પન કરનાર માન્યા હતા. જોકે 2014માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકા સેના સાર્જેટ બો બર્ગડલને છોડવાની અવેજમાં આ કટ્ટર અફઘાન (Afghanistan) ફાઇવને છોડી દીધા હતા. મુલ્લા ખૈરક્વાહ, અબ્દુલ હક વસાક, મુલ્લા ફઝીલ મજલૂમ, ખૈરુલ્લાહ ખૈરખ્વાહ અને મોહમ્મદ નબી નામના આ તાલિબાન હાલ શાંતિ માટે વાતચીત કરી રહ્યા છે.

    રસપ્રદ વાત એ છે કે માર્ચ 2019માં અમેરિકા સાથે અફઘાનિસ્તાનમાં સઘર્ષને સમાપ્ત કરવા માટે તાલિબાનના આ પાંચ લોકો, શાંતિ વાર્તામાં સામેલ હતા. 2019માં અફઘાનિસ્તાનમાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે જ્યારે અમેરિકા અને તાલિબાન વચ્ચે વાતચીત થઇ ત્યારે તાલિબાન નેતૃત્વએ પૂર્વ કેદીઓને સામેલ કરવા પર વાત કરી હતી. દોહાની રાજધાની કતરમાં દરરોજ વાતચીત દરમિયાન આ પાંચ લોકો અમેરિકી રાજનયિકો અને જનરલો સાથે આમને-સામને બેઠા હતા.

    આ પણ વાંચો - ‘તે અમને મારે છે, કૂતરાને ખવડાવે છે’, તે મહિલાનું દર્દ જેને તાલિબાને મારી ગોળી, ફોડી આંખો

    તાલિબાન સરકાર દરમિયાન આ પાંચ પૂર્વ કેદીઓની અલગ-અલગ ભૂમિકા હતી. મુલ્લા ખૈરખ્વાએ એક રાજ્યપાલ અને આંતરિક મામલોના કાર્યવાહક મંત્રીના રૂપમાં કાર્ય કર્યું હતું. અબ્દુલ હક વાસીક ઉપ ખુફિયા મંત્રી હતા.

    સૌથી કુખ્યાત છે મજલૂમ

    સમૂહમાં સૌથી કુખ્યાત વ્યક્તિ મુલ્લા ફઝલ મજલૂમ છે. જે એક ફ્રન્ટ લાઇન કમાન્ડર છે. જે તાલિબાન સેનાનો પ્રમુખ પણ હતો. આ પાંચમાં અન્ય ચાર લોકો દ્વારા માનવાધિકારોના હનનના આરોપ સામાન્ય રીતે અસ્પષ્ટ રહ્યા છે. જ્યારે મુલ્લા મજલૂમ સામે તેની ઘણી વધારે સાબિતી છે. જેના પર સામૂહિક હત્યાઓથી લઇને ક્રૂરતાનો આરોપ છે.

    આ પણ વાંચો - અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપશે ચીન સહિત આ 4 દેશો! ચાલું રાખશે દૂતાવાસ

    હવે જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કરી લીધો છે અને સરકાર બનાવવા તૈયાર જોવા મળી રહ્યા છે. એવા રિપોર્ટ છે કે આ પાંચ લોકો વિલય પાછળ માસ્ટરમાઇન્ડ હોઇ શકે છે.
    Published by:Ashish Goyal
    First published: