મુંબઈ : મહારાષ્ટ્રના રાયગઢમાં સોમવારે એક ભીષણ દુર્ઘટના સામે આવી છે. રાયગઢમાં એક 5 માળની ઇમારતી ધરાશાયી થઈ છે.જેમાં 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ પ્રમાણે કાટમાળમાં 70 લોકો દબાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પોલીસ અને પ્રશાસનિક અધિકારી પહોંચી ગયા છે. અધિકારીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ન્યૂઝ એજન્સી ANIના મતે ઘટનાસ્થળે 3 એનડીઆરએફની ટીમને રવાના કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અદિતી તટકરેએ કહ્યું કે ઇમારતમાં 200થી વધારે લોકો ફસાયેલા છે. સ્થળ પર 5 સ્થાનીય બચાવ દળ હાજર છે. અત્યાર સુધી 15 લોકોને જીવતા બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇમારતમાં 50 પરિવાર રહેતા હતા.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્થાનિક ધારાસભ્ય અને રાયગઢના જિલ્લા અધિકારી પાસેથી સ્થિતિની જાણકારી લીધી છે. તેમણે અધિકારીઓને દરેક પ્રકારના સમર્થનની વાત કહી છે. રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવા કહ્યું છે.
આ દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટ કર્યું કે એનડીઆરએફના મહાર્નિદેશક સાથે વાત કરી છે કે દરેક સંભવ સહાયતા પ્રદાન કરે. ટીમ રસ્તામાં છે અને જલ્દીથી જલ્દી બચાવ કાર્યોમાં સહાયતા કરશે.
Published by:Ashish Goyal
First published:August 24, 2020, 19:58 pm