Home /News /national-international /

5 રાજ્ય, 83 લોકસભા સીટ, આવું જ રહ્યું તો 2019માં ભાજપને મળશે માત્ર 20 સીટ

5 રાજ્ય, 83 લોકસભા સીટ, આવું જ રહ્યું તો 2019માં ભાજપને મળશે માત્ર 20 સીટ

રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

83 સીટોનો આંકડો કોઈ નાનો આંકડો નથી. આ કોઈ પણ પાર્ટીની સ્થિતિ બગાડી શકે છે, અને સારી પણ બનાવી શકે છે.

    પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે એક પ્રકારે સેમિફાઈનલ મેચની જેમ જોવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામમાં કોંગ્રેસ ભાજપ કરતા ઘણી આગળ જોવા મળી રહી છે. જ્યારે પાંચમાંથી ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. આ સિવાય અન્ય બે રાજ્યો તેલંગણા અને મિજોરમમાં પણ કોંગ્રેસની સ્થિતિ ભાજપા કરતા સારી છે.

    હવે વાત કરીએ લોકસભા સીટોની. જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ છે, ત્યાં કુલ લોકસભા સીટ 83 છે. આ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોથી એવુ લાગી રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપાને મોટો ઝટકો લાગી શકે છે. જ્યારે કોંગ્રેસને લાભ મળી શકે છે.

    83 સીટોનો આંકડો કોઈ નાનો આંકડો નથી. આ કોઈ પણ પાર્ટીની સ્થિતિ બગાડી શકે છે, અને સારી પણ બનાવી શકે છે. કારણ કે, 2014ની લોકસભા ચૂંટણીમાં આ 83 લોકસભા સીટમાંથી ભાજપા પાસે 63 સીટ છે, જ્યારે કોંગ્રેસ પાસે 6 અને અન્ય પાસે 4 સાંસદ છે. પરંતુ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જો અસર રહી તો, ભાજપા માત્ર 20 સીટો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસની 6માંથી 46 સીટો થઈ શકે છે.

    આ પાંચ રાજ્યોની આટલી છે લોકસભા સીટ
    મધ્યપ્રદેશ - 29
    તેલંગણા - 17
    રાજસ્થાન - 25
    મિઝોરમ - 1
    છત્તીસગઢ - 11

    લોકસભામાં કઈંક આવો થઈ શકે છે આંકડો

    મધ્યપ્રદેશ
    મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 230 સીટો પર થઈ. જેમાં બહુમત માટે 116 સીટોની જરૂર છે. જ્યારે લોકસભાની સીટો 29 છે. અત્યાર સુધીના પરિણામ મુજબ કોંગ્રેસ 115 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપા 104 પર છે. જો આ પરિણામ પર અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા માત્ર 14 સીટો જીતી શકે છે. જ્યારે કોંગ્રેસ 16 સીટો જીતી શકે છે. હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપા પાસે 27 સીટો છે. અને કોંગ્રેસ પાસે 2 સીટો છે.

    રાજસ્થાન
    રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 199 સીટો પર થઈ. જેમાં બહુમત માટે 100 સીટોની આવશ્યકતા છે. જ્યારે લોકસભા સીટ 25 છે. હાલના પરિણામ અનુસાર, કોંગેર્સે 104 સીટો પર આગળ છે. જ્યારે ભાજપા 69 પર છે. જો પરિણામથી અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા 8 સીટ જીતી શકે છે. જ્યારે કોંગ્રેસ 13 સીટો જીતી શકે છે. હાલમાં રાજસ્થાનમાં લોકસભાની 25 સીટો ભાજપાના ખાતામાં છે. જ્યારે કોંગ્રેસ પાસે એક પણ સીટ નથી.

    મિઝોરમ
    મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી 40 સીટો પર થઈ. જેમાં બહુમત માટે 21 સીટોની જરૂર છે. અહીં લોકસભા સીટ 1 છે. હાલના પરિણામ અનુસાર, 5 સીટો પર કોંગ્રેસ જીતી છે. જ્યારે ભાજપાએ 1 સીટ પર જીત મેળવી છે. અહીં બીજી પાર્ટી જ જીતતી હોય છે. પરંતુ આ વખતે તેમની પાસે બહુમત માટે જો સીટો ઓછી હોય તો તે કોંગ્રેસ સાથે ગઠબંધન અથવા ભાજપા સાથે ગઠબંધન કરી શકે છે. જોકે, કોંગ્રેસ પાસે મિઝોરમમાં એક લોકસભા સીટ છે, ભાજપા પાસે એક પણ નથી.

    છત્તીસગઢ
    છત્તીસગઠમાં વિધાનસભા ચૂંટણી 90 સીટો પર થઈ રહી છે. જેમાં બહુમત માટે 46 સીટોની આવશ્યકતા છે. જ્યારે લોકસભા સીટ 11 છે. હાલના પરિણામ અનુસાર, કોંગેર્સે 62 સીટો પર આગળ છે. જ્યારે ભાજપા 13 પર છે. જો પરિણામથી અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા 1 સીટ જીતી શકે છે. જ્યારે કોંગ્રેસ 7 સીટો જીતી શકે છે. હાલમાં રાજસ્થાનમાં લોકસભાની 10 સીટો ભાજપાના ખાતામાં છે. જ્યારે કોંગ્રેસ પાસે એક પણ સીટ નથી.

    મિઝોરમ
    મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી 40 સીટો પર થઈ. જેમાં બહુમત માટે 21 સીટોની જરૂર છે. અહીં લોકસભા સીટ 1 છે. હાલના પરિણામ અનુસાર, 5 સીટો પર કોંગ્રેસ જીતી છે. જ્યારે ભાજપાએ 1 સીટ પર જીત મેળવી છે. અહીં બીજી પાર્ટી જ જીતતી હોય છે. પરંતુ આ વખતે તેમની પાસે બહુમત માટે જો સીટો ઓછી હોય તો તે કોંગ્રેસ સાથે ગઠબંધન અથવા ભાજપા સાથે ગઠબંધન કરી શકે છે. જોકે, કોંગ્રેસ પાસે મિઝોરમમાં એક લોકસભા સીટ છે, ભાજપા પાસે એક પણ નથી.

    તેલંગણા
    તેલંગણા વિધાનસભા ચૂંટણી 119 સીટો પર થઈ. જેમાં બહુમત માટે 60 સીટોની જરૂર છે. અહીં લોકસભા સીટ 17 છે. હાલના પરિણામ અનુસાર, 21 સીટો પર કોંગ્રેસ આગળ છે. જ્યારે ભાજપાએ 1 સીટ પર જીત મેળવી છે. જો પરિણામથી અનુમાન લગાવીએ તો, લોકસભા ચૂંટણીમાં ભાજપા એક પણ સીટ ન જીતી શકે. જ્યારે કોંગ્રેસ 3 સીટો જીતી શકે છે. હાલમાં તેલંગણામાં લોકસભાની 2 સીટો ભાજપાના ખાતામાં છે. જ્યારે કોંગ્રેસ પાસે પણ 02 સીટ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 2019 lok sabha election, Only, Seats, Will, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन