છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કેરળમાં કોઈ નિર્વાચિત સરકાર પોતાની સત્તા યથાવત રાખવા જઈ રહી છે. આ પહેલા વામ દળ અને કોંગ્રેસ નીત યુડીએફને વારાફરથી જનતાએ સત્તાની બાગડોર સોંપી હતી.
નવી દિલ્હીઃ કેરળ (Kerala Assembly Election Results 2021)માં આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામમાં વામ લોકતાંત્રિક મોર્ચાની (LDF) ફરથી સરકાર (Government) બનવા જઈ રહી છે. કેરળમાં 40 વર્ષ બાદ એવું બની રહ્યું છે કે કોઈ પાર્ટી સતત બીજી વખત વિધાનસભા ચૂંટણી જીતી હોય.
આ સાથે જ ચાર દશકો બાદ આ પરિપાટી તૂટતી નજર આવી રહી છે. દર પાંચ વર્ષમાં સત્તા પરિવર્તન થઈ જાય છે. આ વખતે માકપાની આગેવાની વાળી એલડીએફ સત્તા બચાવવામાં સફળ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે એલડીએફ ગઠબંધન બે પ્રમુખ ઘટક દળ છે. માકપા અને ભાકપા.
માકપા મહાસચિવ સીતારામ યેચુરીએ કેરળ ચુંટણીના પરિણામો ઉપર કહ્યું કે 'હું કેરળના લોકોને અપ્રત્યાશિત તરીકે વિશ્વાસ દાખવવા માટે આભાર વ્યક્ત કરું છું. એલડીએફની સરકારે લોકોની મુશ્કેલીઓનું સમાધાન નિકાળ્યું અને કોરોના મહામારીને પણ નિયંત્રિત કર્યું છે. મહામારીને નિયંત્રિત કરીને કેરળને દુનિયા સામે એક મિશાલ પેશ કરી છે.'
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને વિધાસભા ચૂંટણીમાં વામ લોકતાંત્રિક મોર્ચા (એલડીએફ)ની એતિહાસિક જીતને જનતાને સમર્પિત કરી અને કહ્યું કે એ સાબિત થઈ ગયું કે રાજ્યમાં સાંપ્રદાયિક રાજનીતિની કોઈ જગ્યા નથી. કોંગ્રેસ નીત યુડીએફ અને ભાજપા નીત રાજગ ઉપર કેરળ સરકારને બદનામ કરવાનો આરોપ લગાવતા વિજયને કહ્યું કે લોકોને વામદળોને નિર્ણાયક જનાદેશ આપીને દુષ્પ્રચારને નકારી દીધો છે.
વિજયને કહ્યું કે રાજ્યના સાંપ્રદાયિક તાણાવાણાને કાયમ રાખવા માટે વામ શાસનને બન્યા રહેવું જરૂર છે. વિજયને કહ્યું કે ચુંટણી પ્રચાર દરમિયાન બાજપાએ અનેક વચનો કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી બાદ સરકાર બનવાની જાહેરાત કરી. તેમણે વ્યક્ત કર્યું કે કેરળમાં ભાજપ અનેક સીટો જીતી રહી છે પરંતુ આવું ન થયું.
" isDesktop="true" id="1093016" >
ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર કેરળમાં કોઈ નિર્વાચિત સરકાર પોતાની સત્તા યથાવત રાખવા જઈ રહી છે. આ પહેલા વામ દળ અને કોંગ્રેસ નીત યુડીએફને વારાફરથી જનતાએ સત્તાની બાગડોર સોંપી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર