Home /News /national-international /શું બંગાળમાં મમતા બનાવશે હેટ્રીક? જાણો પાંચ રાજ્યોના Exit Poll પરિણામ

શું બંગાળમાં મમતા બનાવશે હેટ્રીક? જાણો પાંચ રાજ્યોના Exit Poll પરિણામ

ફાઈલ તસવીર

પશ્વિમ બંગાળમાં અનેક સર્વેમાં બીજેપી અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. કેટલાકમાં મમતાને બઢત દેખાડતી જોવા મળી રહી છે. તો કેટલાકમાં બીજેપીને.

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં (West Bengal Assembly Elections) શુક્રવારે 8માં ચરણના મતદાન સંપન્ન થતાં જ એક્સિટ પોલ (Exit Polls 2021) લોકો વચ્ચે આવી ચુક્યા છે. વિવિધ એજન્સીઓ અને ન્યૂઝ ચેનલોના એક્સિટ પોલમાં (Exit polls of news channels) અલગ- અલગ ભવિષ્યવાણી (prediction) કરવામાં આવી છે. સૌથી વધારે ઉત્સુકતા પશ્ચિમ બંગાળ (West Bengal)ને લઈને થઈ છે. પશ્વિમ બંગાળમાં અનેક સર્વેમાં બીજેપી અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. કેટલાકમાં મમતાને બઢત દેખાડતી જોવા મળી રહી છે. તો કેટલાકમાં બીજેપીને.

રિપલ્બિક ટીવીના એક્સિટ પોલના પરિણામ પ્રમાણે બંગાળમાં બીજેપી, મમતા બેનર્જી ટીએમસીને પછાડ આપી શકે છે. ચેનલના એક્સિટ પોલ આંકડા પ્રમાણે ટીએમસી+ 128થી 138 સીટો મળના આસાર છે. જ્યારે બીજેપી બહુમતના આંકડા નજીક જઈ શકે છે. રિપલ્બિકના એક્સિટ પોલમાં બીજેપી+ને 138થી 148 સીટો મળી રહી છે. કોંગ્રે,ની આગેવાની ગઠબંધન 11થી 21 સીટો હાંસલ કરી શકે છે.

આ ઉપરાંત એબીપી સી વોટરના સર્વે પ્રમાણે 109-121 સીટો તો ટીએમસીને 152-164 સીટો મળવાનું અનુમાન લગવવામાં આવી શકે છે. ટાઈમ્સ નાઉ-સી વોટરના સર્વેમાં પણ બીજેપીને 115 સીટો તો ટીએમસીને 158 સીટો મળવાની વાત કહેવામાં આવી છે. ઈન્ડિયા ટુડે એક્સિસ સર્વેને બંને પાર્ટીઓ વચ્ચે કાંટે કી ટક્કર બતાવી છે. બીજેપીને 134-160 સીટો તો ટીએમસીને 130-156 સીટો મળવાની વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

આ પણ વાંચોઃ-દિલ્હીની 'ડ્રગ ક્વીન'નો આવ્યો ભયંકર અંજામ, ચોથા પતિએ ગોળીઓથી વીંધી નાંખી

આસામમાં કોની બનશે સરકાર
ઉત્તર-પૂર્વના સૌથી મોટા રાજ્ય આસામમાં આ વખતે પણ લડાઈ ખુબ જ રસપ્રદ છે. 2016માં રાજ્યમાં પહેલાવાર સત્તા ઉપર કાબિજ થયેલી બીજેપી સરકાર ફરીથી સરકાર બનવાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે વિપક્ષી કોંગ્રેસને સીએએ વિરોધી પ્રદર્શનનો મુદ્દો બનાવ્યો છે.

ઈન્ડિયા ટુડેના એક્સિટ પોલ પરિણામ પ્રમાણે રાજ્યમાં બીજેપી એકવાર ફરીથી સત્તામાં પરત આવતી જોવા મળી રહી છે. કોંગ્રેસને 2016ની તુલનાએ મામૂલી બઢત મળતી દેખાઈ રહી છે. સર્વે પ્રમાણે બીજેપીની આગેવાની વાળી એનડીએને 75થી 85 સીટો, કોંગ્રેસની આગેવાની વાળા યુપીએને 40થી 50 સીટો અને અન્યને 1થી 4 સીટો મળતી દેખાય છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

જ્યારે એક અન્ય સર્વેમાં એનડીએને જબદસ્ત બઢત મળતી દેખાય છે. ટાઈમ્સ નાઉ- સી વોટર સર્વે પ્રમાણે રાજ્યમાં બીજેપીની આગેવાની એનડીએને 115 સીટો જીતતી દેખાય છે. કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ 19 સીટો ઉપર સમેટાઈ જશે. એબીપી સી-વોટર સર્વેમાં એનડીએ અને યુપીકે વચ્ચે કાંટેકી ટક્કર દેખાડી છે. એનડીએને 58થી 71 સીટો મળવાનું અનુમાન છે. ત્યારે યુપીએને 53થી 66 સીટો સુધી મળવાની વાત કહેવાઈ છે.

શું હશે તમિલનાડુના પરિણામો?
ઇન્ડિયા ટુડેના એક્સિટ પોલ પ્રમામએ ડીએમકે ગઠબંધનને 175થી 195 સીટો મળવાની આશા છે. ત્યારે એઆઈએડીએમકે ગઠબંધનને 38થી 54 સીટો મળી શકે છે. આ ઉપરાંત એએમએણકેને 1થી 2 સીટો, એમએનએમને 0થી 2 સીટો અને અન્ય 3 સીટો મળી શકે છે. એબીપી સીવોટરના એક્સિટ પોલ અનુસાર તમિલનાડુમાં યુપીએને 160થી 172 સીટો મળી શકે છે. જ્યારે એનડીએને 58થી 70 સીટો મળી શકે છે. આ ઉપરાંત એમએએમને 0થી 2 સીટો, એએમએમકેના 0થી 2 સીટો અને અન્યને 0થી 3 સીટો મળી શકે છે. ટુડેઝ ચાણક્યના એક્સિટ પોલ અનુસાર તમિલનાડુને 57 સીટો મળવાના આસાર છે. જ્યારે ડીએમકેને 175 સીટો મળી શકે છે. અન્યને 2 સીટો મળવાના આસાર છે.

કેરળના એક્સિટ પોલના પરિણામ
એબીપી સી વોટરના એક્સિટ પોલ પ્રમાણે એલડીએફને 71થી 77 સીટો જીતવાનું અનુમાન છે. અને યુડીએફના ખાતામાં 62થી 68 સીટો જીતતી દેખાઈ રહી છે. ભાજપની આગેવાનીવાળા રાજગને 0થી બે સીટો જીતવાનું અનુમાન જતાવવામાં આવ્યું છે. રિપબ્લિક અને સીએનએક્સના એક્સિટ પોલ પ્રમાણે એલડીએફના 104થી 120 સીટો જીતવાનું અનુમાન અને યુડીએફને 20થી 36 સીટો જીતવાનું અનુમાન છે. બીજી તરફ રાજગને બે સીટો જ્યારે અન્ય ખાતામાં પણ બે સીટો જતી દેખાઈ રહી છે.

ટાઈમ્સ નાઉ- સીવોટરના એક્સિટ પોલ પ્રમાણે એલડીએફને 74 સીટો જીતનું અનુમાન માનવામાં આવ્યું છે. યુડીએફના ખાતમાં 65 સીટો જતી દેખાઈ રહી છે. બીજી તરફ ભાજપની આગેવાની વાળા રાજગને 1 સીટ જીતનું અનુમાન છે. જ્યારે અન્યના ખાતામાં એક પણ સીટ નથી. ટુડેઝ ચાણક્યના એક્સિટ પોલ પ્રમાણે એલડીએફને 102 સીટો જીતવાનુ અનુમાન બતાવવામાં આવ્યું છે. જેમાં 9 સીટોનો વધારો અથવા કાપ થઈ શકે છે. જ્યારે યુડીએફના ખાતામાં 35 સીટો જતી દેખાઈ શકે છે. જ્યારે અન્ય ખાતામાં 0થી ત્રણ સીટો બતાવી છે.





પુડુચેરીમાં શું આવશે પરિણામ?
એબીપીના એક્સિટ પોલ અનુસાર પુડુચેરીમાં આ વખતે યુપીએને 8 સીટો મળી શકે છે. જ્યારે ગત વખત 17 સીટો ઉપર જીત મેળવી હતી. જોકે, વર્ષ 2016ની તુલનામાં તેને 9 સીટોનું નુકસાન થઈ રહ્યું છે. એનડીએના ખાતામાં સરેરાશ 21 સીટો જઈ શકે છે. પુડુચેરીમાં 2016ની ચૂંટણીમાં કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએની સરકાર બની હતી.
First published:

Tags: Assembly Election 2021, Exit polls

विज्ञापन