યમનના દરિયામાં 5 વહાણ ડૂબ્યા, એક ખસાલીનું મોત, 22 લાપતા

News18 Gujarati
Updated: May 26, 2018, 8:11 AM IST
યમનના દરિયામાં 5 વહાણ ડૂબ્યા, એક ખસાલીનું મોત, 22 લાપતા
યમનના સિકોતર બંદરે પાંચ જહાજે જળસમાધિ લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.

યમનના સિકોતર બંદરે પાંચ જહાજે જળસમાધિ લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.

  • Share this:
યમનના સિકોતર બંદરે પાંચ જહાજે જળસમાધિ લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે યમનના સિકોતર બંદરે પાંચ વહાણે જળસમાધિ લીધી હતી. આ ઘટનામાં 22 જેટલા ખલાસીઓ સંપર્ક વિહોણા છે જ્યારે એક ખલાસીનું મોત થયું છે. બાકીના ખલાસીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે યમનના સિકોતર બંદરે પાંચ વહાણ શુક્રવારે જળસમાધિ લીધી હતી. જેના કારણે સલાયાના એક ખલાસીનું મોત થયું છે. આ ખસાલીનું નામ રજાક સંઘાર છે. જે પોતાના પિતા સાથે આતા એ ખ્વાજા વહાણમાં ગયો હતો.આ વહાણ દુર્ઘટનાનો ભોગ બનતા દરિયામાં સમાઇ ગયું હતું. જોકે, પાંચ જહાજોની જળસમાધિની જાણ થતાં જ તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથધરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશનમાં અનેક ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજી સુધી 22 ખલાસીઓ હજી પણ સંપર્ક વિહોણા છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે મહેબૂબે હસમી નામના વહાણનો કાટમાળ મળી આવ્યો છે જ્યારે અલ ખીજડ વહાણ સંપર્ક વિહોણું થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે યમનના સિકોતર ટાપુ ઉપર આતે એ ખ્વાજા સહિત અન્ય એક જહાજ ફસાયા હોવાના અહેવાલ હતા. ખરાબ મોસમના કારણે આ જહાજો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી. જોકે, સંપર્ક વિહોણાના સમાચાર બાદ જહાજ ડૂબ્યું હોવાની પણ જાણકારી મળી હતી. જહાજમાં સવાર આશરે 10 પૈકી 5 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખીય છે કે, મેકુનુ વાવાઝોડાથી 7 જહાજ સંપર્ક વિહોણા થયા જેમાં ગુજરાત -દુબઇના સાત જહાજોનો સમાવેશ થાય છે.
First published: May 26, 2018, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading