મોદી મેજિક અને શાહનું મેનેજમેન્ટ: કર્ણાટકમાં ભાજપની જીતના પાંચ કારણ

News18 Gujarati
Updated: May 15, 2018, 1:09 PM IST
મોદી મેજિક અને શાહનું મેનેજમેન્ટ: કર્ણાટકમાં ભાજપની જીતના પાંચ કારણ
અમિત શાહ અને નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

  • Share this:
કર્ણાટકમાં ફરી એક વખત કમળ ખીલી ગયું છે. સિદ્ધારમૈયાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેમણે કોંગ્રેસની સરકાર રહે તે માટે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાથી લઈને કર્ણાટકના અલગ ઝંડાનો દાવ પણ ખેલ્યો હતો. પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા. બીજેપી તરફથી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરીને હારેલી બાજી જીતમાં ફેરવી દીધી. કર્ણાટકમાં બીજેપીની જીત પાછળ આ પાંચ કારની ચર્ચા થઈ રહી છે.

1) મોદી મેજીક

કર્ણાટકમાં ભાજપની જીત પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 રેલીઓને માનવામાં આવે છે. નરેન્દ્ર મોદી કર્ણાટકમાં આવ્યા તે પહેલા ભાજપની હાલત ખૂબ જ ખરાબ હતી. પરંતુ મોદીની 21 રેલીઓએ કર્ણાટકમાં તમામ ફેક્ટરને ફેલ કરી નાંખ્યા હતા. શરૂઆતમાં કર્ણાટકમાં મોદીની સાત જ રેલી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં સમય પારખીને મોદીએ અહીં 21 રેલી કરી હતી. પ્રથમ મેના રોજ એક રેલી દરમિયાન બીજેપીના એક નેતાયે કહ્યું હતું કે, 'મોદીજી આવી ગયા છે, હવે આપણને જીતતા કોઈ નહીં રોકી શકે.'

2) જાતિય સમીકરણ

કર્ણાટકમાં ભાજપની જીતનું બીજુ મુખ્ય કારણ જાતિય સમીકરણ રહ્યું છે. ભાજપને કર્ણાટકમાં લિંગાયત સમુદાયથી લઈને આદિવાસીઓ અને દલિતોની સાથે સાથે ઓબીસી મતોને એક કરવામાં સફળતા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની રેલીઓમાં દલિત અને આદિવાસીઓના મુદ્દા પર ખૂબ ભાર આપ્યો હતો. ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અહીં રેલી કરીને હિંદુત્વનું કાર્ડ ચલાવ્યું હતું.

3) યેદિયુરપ્પા અને શ્રીરામુલૂના એક સાથે આવવાથી ફાયદો મળ્યોકર્ણાટકમાં ભાજપ માટે યેદિયુરપ્પા અને શ્રીરામુલૂની ઘરવાપસી ફાયદાનો સોદો રહ્યો. 2013ની વિધાનસભા ચૂંટણીમાં યેદિયુરપ્પાનો બળવો ભાજપને મોંઘો પડી ગયો હતો. છેલ્લી ચૂંટણીમાં યેદિયુરપ્પાની પાર્ટીએ 10 ટકા અને શ્રીરામુલૂની પાર્ટીએ આશરે 3 ટકા વોટ મેળવ્યાં હતાં. ભાજપે આ બંને નેતાઓને સાથે લાવીને કોંગ્રેસ સાથે પોતાની હારનો બદલો ચૂકાવી દીધો હતો.

4) રેડ્ડી બંધુઓ પર દાવ

ગેરકાયદે ખનન મામલે આરોપી જનાર્દન રેડ્ડી પર ભાજપનો દાવ લગાવવાનો સોદો ફાયદાકારક રહ્યો છે. ભાજપે રેડ્ડી બંધુના પરિવારના આશરે અડધો ડઝન લોકોને ટિકટ આપી હતી. એટલું જ નહીં તેમના કેટલાક નજીકના લોકોને પણ ટિકિટ આપી હતી. રેડ્ડી બંધુઓને બેલ્લારીની આસપાસ ટિકિટની જવાબદારી સોંપવામાં આવી હતી. રેડ્ડી બંધુઓને બીજેપીમાં લેવામાં આવતા વિરોધ થયો હતો, પરંતુ રેડ્ડી બંધુઓ સાથેનું જોડાણથી બીજેપીને ફાયદો થયો છે.

5) લિંગાયતનો ભરોસો કાયમ રહ્યો

લિંગાયત મતો પર ભાજપનો ભરોસો કાયમ રહ્યો છે. કોંગ્રેસે તેઓને અલગ ધર્મનો દરજ્જો આપવાનું કાર્ડ રમ્યું હતું. કર્ણાટકમાં 16 ટકા લિંગાયત વોટર્સ છે. કોંગ્રેસે અલગ ધર્મનું કાર્ડ રમ્યું હોવા છતાં તેને ધારી સફળતા મળી નથી.
First published: May 15, 2018, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading