VIDEO: ફ્રાન્સથી રવાના થયા 5 રાફેલ ફાઇટર પ્લેન, 29 જુલાઈએ પહોંચશે ભારત

News18 Gujarati
Updated: July 27, 2020, 1:12 PM IST
VIDEO: ફ્રાન્સથી રવાના થયા 5 રાફેલ ફાઇટર પ્લેન, 29 જુલાઈએ પહોંચશે ભારત
ભારત આવવા દરમિયાન આ પાંચેય રાફેલ પ્લેન UAEમાં અબૂધાબીની નજીક અલ-દફ્રા ફ્રેન્ચ એરબેઝ ખાતે રોકાશે

ભારત આવવા દરમિયાન આ પાંચેય રાફેલ પ્લેન UAEમાં અબૂધાબીની નજીક અલ-દફ્રા ફ્રેન્ચ એરબેઝ ખાતે રોકાશે

  • Share this:
સંદીપ બોલ, નવી દિલ્હીઃ ફ્રાન્સ (France)થી ભારતને મળનારા મલ્ટીરોલ ફાઇટર પ્લેન રાફેલ (Rafale Fighter jet)નો ઇંતજાર હવે ખતમ થવા જઈ રહ્યો છે. સોમવારે 5 રાફેલ ફાઇટર પ્લેન ભારત માટે રવાના થઇ ગયા છે. આ પ્લેનોને બપોરે લગભગ 12:30 વાગ્યે ફ્રાન્સના મેરિગ્નાક બેઝથી ભારત માટે રવાના કરવામાં આવ્યા. તે બુધવારે ભારતના અંબાણા એરબેઝ પર લૅન્ડ કરશે.

ભારત આવવા દરમિયાન આ પાંચેય પ્લેન સંયુક્ત આરબ અમીરાતમાં અબૂધાબીની નજીક અલ-દફ્રા ફ્રેન્ચ એરબેઝ ખાતે રોકાશે. ત્યાંથી તે બુધવારે અંબાલા પહોંચી જશે. ફ્રાન્સથી ખરીદવામાં આવેલા આ 5 રાફેલમાંથી બે ટ્રેનર એરક્રાફ્ટ છે અને ત્રણ ફાઇટર પ્લેન છે.

આ પણ વાંચો, રશિયાએ પણ છોડ્યો ચીનનો સાથ! S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી રોકી

બીજી તરફ, પૂર્વ લદાખ સરહદ પર ચીનની સાથે ચાલી રહેલા ગતિરોધની વચ્ચે રાફેલ જેટ જંગી પ્લેનોની પહેલી ડિલિવરીને પોતાના બેડામાં સામેલ કરવા જઈ રહેલી ભારતીય વાયુસેના તેમાં 60 કિલોમીટર સુધી મારક ક્ષમતાની હવાથી જમીન પર માર કરનારી નવી પેઢીની મિસાઇલો લગાવવાનો વિચારી કરી રહી છે.


આ પણ વાંચો, ચીનની ચાલબાજીનો જવાબ આપવા ભારતે હવે તૈનાત કરી મિસાઇલથી સજ્જ T-90 ટેન્ક

આ પ્લેન વિભિન્ન પ્રકારના શક્તિશાળી હથિયારોને લઈ જવામાં સક્ષમ છે. યૂરોપિયન મિસાઇલ નિર્માતા એમબીડીએસની મિટોર, સ્કૈલ્પ ક્રૂઝ મિસાઇલ, મીકા હથિયાર પ્રણાલી રાફેલ જેટ પ્લેનોના હથિયાર પેકેજમાં સામેલ હશે.
Published by: Mrunal Bhojak
First published: July 27, 2020, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading