આ 5 વાતોમાં છુપાયું છે મહારાષ્ટ્રની રાજનીતિનું રહસ્ય

News18 Gujarati
Updated: November 23, 2019, 12:50 PM IST
આ 5 વાતોમાં છુપાયું છે મહારાષ્ટ્રની રાજનીતિનું રહસ્ય
મહારાષ્ટ્રના રાજકારણમાં થયો મોટો ઉલટફેર (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના સ્લો મોશનમાં ચાલતા રાજકારણને બીજેપીએ ફાસ્ટ ફોરવર્ડમાં લાવી રાતોરાત સરકાર બનાવી દીધી

  • Share this:
નવી દિલ્હી : શુક્રવાર રાત્રે જ્યારે લોકો છેલ્લીવાર પોતાના મોબાઇલ પર સમાચાર જોઈને ઊંઘી ગયા હતો તો એ સ્પષ્ટ હતું કે મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena)ના નેતૃત્વમાં કૉંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)ને મળી સરકાર બનાવવાની છે. પરંતુ સવારે જ્યારે મોબાઇલ સમાચારોના નોટિફિકેશન આવ્યા તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી અને એનસીપીના અજિત પવાર (Ajit Pawar) નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા હતા.

મહારાષ્ટ્રની જે રાજનીતિને કૉંગ્રેસ છેલ્લા એક પખવાડિયાથી એક્સ્ટ્રા સ્લો મોશનમાં ચાલી રહી હતી, તે રાજનીતિને બીજેપીએ ફાસ્ટ ફોરવર્ડ મોડમાં ચલાવીને રાતોરાત સત્તાનું કેન્દ્ર બદલી દીધું. આ તેજ ઘટનાક્રમની જે પાંચ વાતો જ્યાંથી જાણવા મળે છે કે મહારાષ્ટ્રમાં જેવું દેખાતું હતું તેવું હકિકતમાં ચાલી નહોતું રહ્યું.

1. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ એનસીપી પ્રમુખ શરદ પવાર વારંવાર એવું કહી રહ્યા છે કે રાજ્યની જનતાએ બીજેપી અને શિવસેનાને બહુમત આપ્યું છે, જ્યારે તેના માટે વિપક્ષમાં બેસવાનો જનાદેશ છે.

2. વાતચીતના પ્રારંભના ચરણમાં જ્યારે એવું લાગી રહ્યું હતું કે, કૉંગ્રેસ અને એનસીપી શિવસેનાની સાથે સરકાર બનાવવાની છે, ત્યારે એવા સમાચાર આવ્યા કે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે ફોન પર વાતચીત થઈ. એમ પણ કહેવામાં આવ્યું કે, સોનિયા એ વાતથી ચોંકી ગયા કે શરદ પવારે કહ્યુ કે તેમની પર ઉદ્ધવ ઠાકરેનો કોઈ ફોન નથી આવ્યો.

3. વાતચીત દરમિયાન શરદ પવારે ફરી એકવાર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને મુલાકાત બાદ પવારે કહ્યુ કે, રાજ્યના ખેડૂતોની સ્થિતિ પર ચર્ચા થઈ છે.

4. રાજ્યસભાના 250મા સત્ર અવસરે ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસીપીના વખાણ કર્યા. સંસદમાં પ્રદૂષણ પર ચર્ચા દરમિયાન પર્યાવરણ મંત્રી પ્રકાર જાવડેકરે પવારના વખાણ કર્યા.5. ત્રણેય પાર્ટીઓની વાતચીત ચાલતી રહી પરંતુ મીડિયાની સામે શરદ પવારે એક વાર પણ એવું ન કહ્યુ કે સરકાર બનવાની પ્રક્રિયામાં છે. ત્રણેય પાર્ટીઓની વચ્ચે ચાલી રહેલી અંતિમ બેઠકમાંથી અજિત પવાર વચ્ચેથી જ ઉઠીને ચાલ્યા ગયા અને સવારે તેઓ નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લેતા જોવા મળ્યા.

આ પણ વાંચો,

મહારાષ્ટ્રમાં ઘમાસાણ : શરદ પવારે કહ્યુ- આ નિર્ણય એનસીપીનો નથી, સવારે 7 વાગ્યે જ જાણ થઈ
સુશીલ મોદીનો સંજય રાઉત પર કટાક્ષ : ચાણક્યના ટ્વિટની પ્રતીક્ષા
Published by: Mrunal Bhojak
First published: November 23, 2019, 12:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading