ચીનથી આવેલા એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, પહેલા નહોતા દેખાયા લક્ષણ

ચીનથી આવેલા એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટિવ, પહેલા નહોતા દેખાયા લક્ષણ
આ પાયલટોએ 18 એપ્રિલે ચીનના ગ્વાંગઝોઉથી ઉડાન ભરી હતી, સરકારની ચિંતા વધી

આ પાયલટોએ 18 એપ્રિલે ચીનના ગ્વાંગઝોઉથી ઉડાન ભરી હતી, સરકારની ચિંતા વધી

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા (Air India)ના 5 પાયલટ પણ કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું સામે આવ્યું છે. આ તમામ પાયલટ મુંબઈ (Mumbai)ના રહેવાસી છે અને હાલમાં કાર્ગો ઓપરેશનમાં કામ કરી રહ્યા હતા. હાલમાં જ આ તમામ ચીનથી પરત ફર્યા હતા.

  મળતી માહિતી મુજબ, આ પાયલટ ચીનના ગ્વાંગઝોઉ માટે કાર્ગો ઓપરેશનમાં કામ કરતા હતા. આ પાયલટોના સંપર્કમાં આવનારા તમામ લોકોને ટ્રેસ કરવા અને તપાસનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાયલટોને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના પરિવારના સભ્યોને પણ ક્વૉરન્ટીનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
  આ પણ વાંચો, સિક્કિમ બોર્ડર પર ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બંને તરફના જવાનો થયા ઘાયલ

  આ તમામ લોકોએ 18 એપ્રિલે ચીનના ગ્વાંગઝોઉથી ઉડાન ભરી હતી. ભારતમાં આવ્યા બાદ આ પાયલટોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. જોકે બાદમાં જ્યારે આ પાયલટોની તપાસ કરવામાં આવી તો તેમનામાં કોરોનાના લક્ષણ મળ્યા.

  ડ્યૂટી પહેલા થાય છે પાયલટોની તપાસ

  નોંધનીય છે કે, પાંચય પાયલટોને એર ઈન્ડિયાના પ્રોટોકોલ મુજબ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મૂળે આ પાયલટોને ડ્યૂટી પર આવવાના 72 કલાક પહેલા તપાસમાંથી પસાર થવાનું હોય છે. આ તપાસમાં પણ પાંચેય પાયલટ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે આ લોકો જ્યારે ચીનથી પરત ફર્યા હતા તે સમયે તેમનામાં કોઈ લક્ષણ નહોતા જોવા મળ્યા.

  મહત્વની વાત એ છે કે ખાનગી એરલાઇન્સ દરેક ઉડાન પહેલા પાયલટોનું પરીક્ષણ નથી કરતી. માત્ર એર ઈન્ડિયા જ એવી એરલાઇન્સ છે જે દરેક ઉડાન પહેલા પોતાના પાયલટોની તપાસ કરે છે.

  આ પણ વાંચો, કોરોનાના કારણે BCCIને નુકસાન, હવે ટેસ્ટ અને ટી20 માટે મેદાન પર ઉતારશે બે ટીમ ઈન્ડિયા!
  Published by:News18 Gujarati
  First published:May 10, 2020, 13:49 IST

  ટૉપ ન્યૂઝ