નવી દિલ્હીઃ કેરળ (Kerala)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ઇડુકીમાં કેટલાક લોકોએ પોતાના ઘરની પાસે લગભગ 100 મીટરના ક્ષેત્રમાં જાળ (Trap) બિછાવીને રાખી હતી. તેમાં લગભગ 50 કિલોગ્રામનો એક દીપડો (Leopard) જંગલથી ખોરાક શોધમાં બહાર આવ્યા બાદ આ જાળમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ આ લોકો આ દીપડાને મુક્ત કરવાને બદલે તેને મારીને તેનું માંસ રાંધીને ખાઈ ગયા. હવે પોલીસ (Police)એ આ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
આ ચોંકાવનારી ઘટનાની જાણકારી આપતા મનકુલમ રેન્જ અધિકારી ઉધય સૂરિયાંએ જણાવ્યું કે, પકડાયેલા પાંચેય આરોપીઓની ઓળખ વિનોદ, કુરિકોસ, બીનૂ, કુંજપ્પન અને વિન્સેન્ટના રૂપમાં થઈ છે. આ તમામ આરોપી મનકુલમ, મુનિપારાના રહેવાસી છે. વિનોદના ખેતરમાં દીપડો જાળમાં ફસાઈ ગયો હતો. વિનોદે પોતાના આ તમામ સાથીઓને બોલાવ્યા અને તેને પકડીને મોતને ઘાટ ઉતારી દીધો. આરોપીઓ આટલેથી અટક્યા નહીં અને દીપડાના માંસને રાંધીને ખાઈ ગયા.
Kerala: Five persons were arrested for allegedly killing a leopard and consuming its meat in Idukki district.
રેન્જ અધિકારી ઉધય સૂરિયાં અનુસાર વિનોદના ઘરેથી 10 કિલો માંસ પણ જપ્ત કરવામાં આવ્યું છે. આ તમામ આરોપીઓની યોજના હતી કે તેઓ દીપડાનું ચામડું, નખ અને દાંત પણ વેચી દેશે. નોંધનીય છે કે, દીપડો સુરક્ષિત વન્ય જીવ છે. તેનો શિકાર કરવા પર 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
આ પણ જુઓ, હાથીનું મોત થતાં સૂંઢ પકડીને રડવા લાગ્યો ફોરેસ્ટ રેન્જર, Video જોઈ તમે પણ થઈ જશો ભાવુક આ ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારમાં હોબાળો થઈ ગયો છે. મળતી માહિતી મુજબ જંગલથી અનેકવાર દીપડા શિકારની શોધમાં ગામ સુધી આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ જાળ પાથરીને 6-7 વર્ષીય દીપડાને પકડ્યો હતો જે તેમના ખેતરમાં ઘૂસી આવતો હતો અને પશુઓને નુકસાન પહોંચાડતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર