ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે પતિ પત્નીના (husband and wife) ઝઘડામાં બાળકો પીસાતા હોય છે. આવી જ એક ઘટના દિલ્હીમાં બની છે. જેમાં માતા-પિતાના ઝઘડામાં બાળકીનો ભોગ લેવાયોહતો. પૂર્વ દિલ્હીના (Delhi) કોંડલી વિસ્તારમાં પાંચ મહિનાની બાળકીને પોતાના માતા-પિતા વચ્ચે થયેલા ઝઘડા (fight)ના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, 32 વર્ષીય સત્યજીત તથા તેની 29 વર્ષીય પત્ની દીપ્તિ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન દુર્ઘટનાવશ બાળકીને ઇજા પહોંચી હતી.
પોલીસના (police) જણાવ્યા પ્રમાણે સત્યજીત અને દીપ્તિ વચ્ચે રવિવારે ઝઘડો થયો હતો. જેનાથી સત્યજીતે દંડો ઉઠાવીને દીપ્તિને મારવાનું શરૂ કર્યું હતું. દંડામાં લાગેલી ખીલી અચાનક બાળકીના માથા ઉપર વાગી ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, સત્યજીત અને દીપ્તિએ બાળકીની પ્રાથમિક સારવાર કરી હતી. પરંતુ મંગળવારે સવારે બાળકીને વોમીટ થઇ હતી. ત્યારબાદ દીપ્તિ તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં (Hospital)લઇ ગઇ હતી. જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે બાળકીના માથામાં લાહીની ગાંઠ બનવાના કારણે થઇ હતી. આ અંગે ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની (IPC) ધારા 304 (દુર્ઘટનાવશ થયેલું મોત, જેને હત્યા નહીં માનવામાં આવે) અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. પોલીસના અનુસાર આરોપી બાળકીનો પિતા ફરાર છે. જેની શોધખોળ ચાલું છે.
ઉલ્લેખનીય છે કે, માતા-પિતાના ઝઘડામાં થયેલા પાંચ વર્ષીય બાળકીના મોતની આ ઘટના અન્ય માતા-પિતાની આંખ ઉઘાડો કિસ્સો બનેતો નવાઇ નહીં. ઝઘડો કરતા પહેલા દરેક માતા-પિતાએ પોતાના બાળકોનો વિચાર કરીને 100 વખત વિચારવું જ રહ્યું
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર