ઝા સિટી. કહેવાય છે કે માતાનો પાલવ દુનિયાની દરેક પરેશાનીથી બચાવી લે છે. આ વાત ઈઝરાયલ (Israel) અને પેલેસ્ટાઇન (Palestine)ની વચ્ચે ગત સપ્તાહથી ચાલી રહેલા જંગ દરમિયાન સામે આવેલી એક ઘટનાથી પુષ્ટિ થાય છે. ગાઝા (Gaza City)માં આ રૂંવાડા ઊભી કરનારી ઘટના જોવા મળી છે, જેણે તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અહીં ઈઝરાયલી હુમલામાં મહિલા સહિત તેના ચાર બાળકોના મોત થઈ ગયા. પરંતુ એક 5 મહિનાનું બાળક તેના હાથમાં જીવતું બચી ગયું. એવું લાગી રહ્યું છે કે માતાએ હુમલાથી બચાવવા માટે જ તેને ભાથમાં ભીડું દીધું હતું. માતા તો તેને જીવન આપીને દુનિયાને અલવિદા કહી ગઈ પરંતુ હવે તે પિતાના હાથમાં પોતાને સુરક્ષિત અનુભવી રહ્યું છે.
આ બાળકનું નામ ઉમર છે. હૉસ્પિટલમાં હવે તેની સારવાર ચાલી રહી છે. તેના પગમાં ફ્રેક્ચર થયું છે. ચહેરા પર ઉઝરડાના નિશાન છે. તેના પિતા મોહમ્મદ અલ હદીદીએ જાણકારી આપી કે શુક્રવારે તેની પત્ની અને તેના પાંચ બાળકો પોતાના મામાના ઘર પર ઈદની ઉજવણી કરવા ગયા હતા. આ દરમિયાન હદીદીના સાળાએ તે તમામને શુક્રવારે ઘરે જ રોકાવાનું કહ્યું તો બધા માની ગયા.
હદીદી પોતાના ઘરે જતો રહ્યો. તે પોતાના ઘરે જ સૂઈ રહ્યો હતો. તે સમયે તેણે બોમ્બ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. તેથી તે તરત જાગી ગયો. ત્યારબાદ તેના પડોશીએ જાણ કરી કે તેના સાળાના ઘર પર ઈઝરાયલી મિસાઇલથી હુમલો થયો છે. તે સાંભળીને તે તાત્કાલિક ત્યાં પહોંચ્યો. ત્યાં જોયું કે ઘર બિલકુલ નષ્ટ થઈ ગયું હતું અને બચાવકર્મી કાટમાળમાંથી લાશો કાઢી રહ્યા હતા.
આ હુમલામાં તેની પત્ની માહા અબૂ હતાબ અને તેના ચાર બાળકો- 13 વર્ષીય સુહૈબ, 11 વર્ષીય યાહયા, 8 વર્ષીય અબ્દર્રહમાન અને 6 વર્ષીય ઓસામાનું મોત થયું હતું. તેની સાથે જ તેની સાળી અને તેના ચાર બાળકોનાં પણ મોત થયા હતા.
ઉમરને ગાઝા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં હદીદીએ તેને બાથમાં લઈને પ્રેમ આપ્યો. તેમનું કહેવું છે કે ઉમર સિવાય હવે તેમનું કોઈ બચ્યું નથી. બચાવકર્મીઓએ હુમલા બાદ તેની માતાના હાથમાંથી તેને જીવતો કાઢ્યો. સમગ્ર પરિવારને ગુમાવ્યા બાદ પિતા હદીદી આ દરમિયાન ઘણો ભાવુક થઈ ગયો હતો.
હૉસ્પિટલમાં ઉમરને હાથમાં ઊંચકીને હદીદીએ કહ્યું કે, તે લોકો ઈશ્વરને શોધવા ગયા છે. અમે અહીં આસપાસ વધુ સમય માટે ન રહી શકીએ. અમે તેમને ટૂંક સમયમાં મળીશું. તુ અને હું. હે ઈશ્વર, તેમાં વધુ સમય ન લેતો. આ દરમિયાન હદીદીનુ; કહેવું હતું કે તે ઉમરની દેખભાળ કરશે, તે તેને એકલા હાથે જ ઉછેરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર