Home /News /national-international /મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, 5 ધારાસભ્યો અને 2 સાંસદો શિવાજી પાર્કમાં શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, 5 ધારાસભ્યો અને 2 સાંસદો શિવાજી પાર્કમાં શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા

શિવાજી પાર્કમાં આજે વિશાળ રેલીનું આયોજન (ANI)

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે વધુ એક મોટો સમાચાર આવી રહ્યા છે, શિવાજી પાર્કમાં આજે દશેરા નિમિતે શિંદે જૂથ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથના અમુક નેતાઓ શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા છે.

     મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બુધવારે દશેરા રેલીનું ધામધૂમથી આયોજન થશે. શિવસેનાના ઠાકરે જૂથ અને શિંદે જૂથ અલગ અલગ જગ્યા પર રેલીઓ કરશે. આ રેલીઓને શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે. ત્યારે આવા સમયે બંને જૂથના સમર્થકો મોટી સંખ્યામાં મુંબઈમાં એકઠાની સંભાવના છે. તેને જોતા મુંબઈ પોલીસે વ્યાપક વ્યવસ્થા કરી હોવાનો દાવો કરવામાં આવે છે.

    આ પણ વાંચો: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી, અગાઉ ધમકી ભરેલો પત્ર પણ મળ્યો હતો

    જો કે આ તમામની વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ઉદ્ધવની સેનામાંથી વધુ 5 ધારાસભ્યો અને 2 સાંસદો શિંદે જૂથના શરણે જઈ શકે છે. મતલબ કે આ ધારાસભ્યો આજે શિવાજી પાર્કમાં આયોજીત વિશાળ રેલીમાં  આ નેતાઓ શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા છે.


    દેશની આર્થિક રાજધાની મુબઈમાં ટ્રાફિક જામ ન થાય, તેના માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં નો એન્ટ્રી ઝોન બનાવામાં આવ્યા છે. આ બાબતે મુંબઈ ટ્રાફિક પોલીસ તરફથી સામાન્ય લોકો માટે એડવાઈઝરી પણ જાહેર કરવામા આવી છે. જેથી તેમને પહેલાથી રુટની સ્થિતિ વિશે ખબર રહે અને અવરજવરમાં કોઈ સમસ્યા ન આવે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Maharashta, Shivsena

    विज्ञापन
    विज्ञापन