મધ્ય પ્રદેશ : શહડોલમાં માટીની ખાણ ધસી જતા 5 લોકોના મોત

News18 Gujarati
Updated: June 13, 2020, 4:08 PM IST
મધ્ય પ્રદેશ : શહડોલમાં માટીની ખાણ ધસી જતા 5 લોકોના મોત
મધ્ય પ્રદેશ : શહડોલમાં માટીની ખાણ ધસી જતા 5 લોકોના મોત

મુખ્યમંત્રી શિવરાજ સિંહે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી

  • Share this:
શહડોલ : મધ્ય પ્રદેશના શહડોલમાં માટીની ખાણ ધસવાથી 5 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 6 લોકોની હાલત ગંભીર બનેલી છે. ખાણમાં લગભગ બે ડઝન લોકો ફસાયા હોવાના સમાચાર છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે (CM Shivraj Singh Chauhan)ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. શહડોલ જિલ્લાના પપરેડી ગામમાં આ દુર્ઘટના ઘટી છે.

ખાણમાં ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગામના લોકો અને મજૂરો હાજર હતા. આ દરમિયાન ખાણની માટી એકદમ ધસી પડી હતી. જોત-જોતામાં ત્યાં કામ કરી રહેલા ડઝન લોકો માટી સહિત ખાણમાં સમાઈ ગયા હતા. દુર્ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સમજવું મુશ્કેલ હતું કે કોણ બચ્યું અને કોણ માટી સાથે ખાણમાં ફસાયું છે.

આ પણ વાંચો - BCCIનો મોટો નિર્ણય, મીડિયા સાથે વાત કરવા પર કર્મચારીઓને મળશે સખત સજા

આ દુર્ઘટના પછી તરત જ ગામના લોકો પોતાના સાથીઓને બચાવવા માટે દોડી આવ્યા હતા. ઘટના વિશે જાણ થતા પોલીસ અને પ્રશાસનના લોકો પણ આવી પહોંચ્યા હતા અને રાહત-બચાવનું કામ શરુ કર્યું હતું. જોકે ત્યાં સુધીમાં 5 મજૂરોના મોત થઈ ગયા હતા. ગંભીર રૂપથી ઇજાગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હતા. હજુ પણ ખાણમાં 10 લોકો ફસાયા હોવાના સમાચાર છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુર્ઘટના પણ અફસોસ વ્યક્ત કરતા મૃતકોના પરિવારની મદદની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારને બે-બે લાખની સહાય આપવામાં આવશે.
First published: June 13, 2020, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading