સ્ટોર્મી ડેનિયલ્સ સ્કેન્ડલમાં ટ્રમ્પ ઉપરાંત છે આ પાંચ અલગ અલગ પાત્રો

News18 Gujarati
Updated: March 26, 2018, 12:39 PM IST
સ્ટોર્મી ડેનિયલ્સ સ્કેન્ડલમાં ટ્રમ્પ ઉપરાંત છે આ પાંચ અલગ અલગ પાત્રો

  • Share this:
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે કહ્યું છે કે 2006માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાંધવામાં આવેલા સેક્સ સંબંધ અંગે મોઢું બંધ રાખવા માટે તેને ધમકાવવામાં આવી રહી છે. સ્ટોર્મી ડેનિયલનું સાચું નામ સ્ટેફની ક્લિફર્ડ છે. તાજેતરમાં સીબીએસ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે અનેક ખુલાસા કર્યા છે. સ્ટોર્મીનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2006ના જુલાઈ મહિનામાં કેલિફોર્નિયા સ્થિત એક સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેન્ટ દરમિયાન હોટલના એક રૂમમાં તેની સાથે સેક્સ માણ્યું હતું. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના સ્ટોર્મી સ્કેન્ડલમાં અલગ અલગ પાંચ પાત્રો જોડાયેલા છે.

સ્ટેફની ક્લિફર્ડ

સ્ટોર્મી ડેનિયલ્સનું સાચુ નામ સ્ટેફની ક્લિફર્ડ છે. ટ્રમ્પ સાથેના સેક્સ સંબંધ અંગે મૌન તોડતા તેણે કોર્ટનો આશરો લીધો હતો. કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા ક્લિફર્ડ આરોપ લગાવ્યો કે ટ્રમ્પના વકીલે તેને 2016ની ચૂંટણી પહેલા મોઢું બંધ રાખવા માટે 130,000 ડોલર જેટલી રકમ આપી હતી. સાથે જ તેણે દાવો કર્યો કે 2006ના વર્ષ દરમિયાન તેના ટ્રમ્પ સાથે શારીરિક સંબંધ રહ્યા હતા.માઇકલ એવેન્ટ્ટી

માઇકલ ડેનિયલ્સના વકીલ છે. તેમણે ટ્રમ્પની લીગલ ટીમ પર ગુપ્ત કરારનું ઉલ્લંઘન કરતા આરોપ લગાવ્યો કે તેમણે અમારી સાથે ઠગ જેવો વ્યવહાર કર્યો છે. માઇકલે કહ્યું છે કે, 'હવે આપણી પાસે એક એવા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ છે, જે પોતાના સંબંધ અંગે વાત કરવા પર 20 લાખ ડોલરથી વધારે રકમનો એક નાગરિક પર કેસ કરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે ગુરુવારે એક સીડી કે ડીવીડીની તસવીર પોસ્ટ કરતા ટ્વિટ કર્યું કે આ ડિસ્કમાં ડેનિયલ્સ સાથે જોડાયેલા ટ્રમ્પ વિરુદ્ધ તમામ પુરાવા છે.'

માઇકલ કોહેન

ટ્રમ્પના વકીલ માઇકલ કોહેને આરોપ લગાવ્યો છે કે ડેનિયલ્સે કથિત કેસ અંગે વાત કરીને ગુપ્ત કરારનું ઉલ્લંઘન કર્યું છે. કોહેને વર્ષ 2016માં ડેનિયલ્સને રકમની ચૂકવણી કરવામાં આવી હોવાનો સ્વીકાર કર્યો હતો પરંતુ કયા કારણે તેને આ રકમ ચૂકવાઈ હતી તે જણાવ્યું ન હતું.ચાર્લ્સ હાર્ડર

ચાર્લ્સ ટ્રમ્પની કાયદાકીય ટીમના સભ્ય છે. જે ડેનિયલ્સ તરફથી દાખલ કરવામાં આવેલા કેસને સ્ટેટથી ફેડરલ કોર્ટમાં લઈ જવાની માંગણી કરી રહ્યા છે. વકીલનું કહેવું છે કે ડેનિયલ દરેક વચનના ઉલ્લંઘન માટે 1 મિલિયન ડોલરનું વળતર આપવા માટે તૈયાર છે, એવામાં ટ્રમ્પ તરફેણમાં ચુકાદો આવે છે તો ડેનિયલ્સે 20 મિલિયન ડોલર ચુકવવા પડી શકે છે. હાર્ડર ગોકર વિરુદ્ધ હલ્ક હોગનનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતા છે, તેના કારણે જ ગોકરે નાદારી નોંધાવવી પડી હતી.કરેન મોકડોગલ

પૂર્વ પ્લેબોય મોડલનું કહેવું છે કે ડેનિયલ્સની જેમ તેના પણ કથિત રીતે ટ્રમ્પ સાથે સંબંધ રહ્યા હતા. સીએનએનના એન્ડરસન કુપર 360 પર ગત અઠવાડિયે તેણે કહ્યું હતું કે, 'મને ખબર ન હતી કે તેના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધ હતા. મને લાગ્યું કે હું એક માત્ર હતી.' જોકે, વ્હાઇટ હાઉસ તરફથી ટ્રમ્પના આવા કોઈ સંબંધ અંગે ઇન્કાર કરવામાં આવ્યો હતો.

First published: March 26, 2018, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading