Home /News /national-international /

Canada : ટોરન્ટોમાં ગમખ્વાર અકસ્માત, 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ

Canada : ટોરન્ટોમાં ગમખ્વાર અકસ્માત, 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ

ટોરોન્ટોમાં થયેલા અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત

Canada Road Accident: મૃતકોની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે કરવામાં આવી છે. તેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ગ્રેટર ટોરન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના વિદ્યાર્થીઓ હતા.

વધુ જુઓ ...
    ટોરન્ટો : શનિવારે કેનેડાના ટોરન્ટો શહેર પાસે એક અકસ્માતમાં (Canada Road Accident) 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય બે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટોરન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે. કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આ માહિતી આપી છે.

    મૃતકોની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે થઈ છે. તેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હતી. પોલીસનું કહેવું છે કે આ તમામ ગ્રેટર ટોરન્ટો અને મોન્ટ્રીયલ વિસ્તારના વિદ્યાર્થીઓ હતા. તેઓ હાઈવે પર પેસેન્જર વાનમાં પશ્ચિમ તરફ જઈ રહ્યા હતા. શનિવારે સવારે લગભગ 3.45 વાગ્યે ટ્રેક્ટર-ટ્રેલર એકબીજા સાથે અથડાયા હતા. જેમાં આ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.





    આ પણ વાંચો - પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ શેખી મારી, કહ્યું- ભારતની મિસાઇલનો જવાબ અમે પણ આપી શકતા હતા, અમે શાંતિ જાળવી

    પોલીસનું કહેવું છે કે અકસ્માત બાદ અન્ય બે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ અંગે કોઈ અપડેટ મળી નથી. અકસ્માતની તપાસ ચાલુ છે. આ કેસમાં હજુ સુધી કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Canada

    આગામી સમાચાર