5 રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ, આરિફ મોહમ્મદ ખાનને મળી કેરળની જવાબદારી

News18 Gujarati
Updated: September 1, 2019, 12:47 PM IST
5 રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ, આરિફ મોહમ્મદ ખાનને મળી કેરળની જવાબદારી
આરિફ મોહમ્મદ ખાન

આરિફ મોહમ્મદ ખાનને બન્યા કેરળના રાજ્યપાલ તો કલરાજ મિશ્રને રાજસ્થાનની જવાબદારી સોંપાઇ

  • Share this:
રવિવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ રાજ્યો માટે નવા રાજ્યપાલની નવ નિમણૂક અને બદલી કરી છે. જેમાં આરિફ મોહમ્મદ ખાનને કેરળના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેરળના રાજ્યપાલ તરીકે નિમણૂક કર્યા પછી આરિફ મોહમ્મદ ખાને એએનઆઇને જણાવ્યું હતું કે તેમને આ દ્વારા દેશસેલા કરવાની સારી તક મળી છે. અને મને ભારત જેવા દેશમાં જન્મ લેવા માટે ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે કલરાજ મિશ્રને પણ રાજસ્થાનના નવા રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. તે હજી સુધી હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ તરીકે સેવાઓ આપી રહ્યા હતા. ત્યાંથી તેમની બદલી રાજસ્થાન ખાતે કરવામાં આવી છે. બંડારુ દત્તાત્રેયને હવે હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભગત સિંહ કોશ્યારીની મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ તમિલિસાઇ સૌંદરરાજનને તેલંગાનાના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનની તરફથી ઉપરોક્ત તમામ જાણકારી જાહેર કરવામાં આવી છે. વધુમાં નવ નિયુક્ત રાજ્યપાલ જે દિવસથી તેમની ઓફિસમાં કાર્યભાર સંભાળશે તે દિવસથી જ તેમની નિયુક્તિ પ્રભાવી માનવામાં આવશે.
First published: September 1, 2019
વધુ વાંચો
अगली ख़बर