Home /News /national-international /શૂટિંગ પતાવી ઘરે પર પરત ફરી રહ્યા હતા 5 યુટ્યૂબર્સ, રસ્તામાં કાળનો કોળીયો બન્યા

શૂટિંગ પતાવી ઘરે પર પરત ફરી રહ્યા હતા 5 યુટ્યૂબર્સ, રસ્તામાં કાળનો કોળીયો બન્યા

અસમના (Assam)દરાંગ જિલ્લામાં રવિવારે 5 યુવકોના મોત થયા

accident news- 5 યુટ્યૂબર્સ પોતાની યૂટ્યૂબ ચેનલ (YouTube channel)માટે વીડિયો શૂટ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા

નવી દિલ્હી : અસમના (Assam)દરાંગ જિલ્લામાં રવિવારે 5 યુવકોના મોત થયા છે. આ બધા યુવકો યુટ્યૂબર્સ (YouTubers)બતાવવામાં આવી રહ્યા છે. ઘટના બપોરે બની હતી જ્યારે બધા લોકો શૂટિંગ (Shooting)ખતમ થયા પછી કારમાં ઘરે આવી રહ્યા હતા. ઘરે પરત ફરતા સમયે તેમની કારની ટક્કર ટ્રક (Car and truck accident)સાથે થઇ હતી. આ ભીષણ અકસ્માતમાં પાંચેય યૂટ્યૂબર્સના મોત (Death in accident)થયા હતા.

સ્થાનીય લોકોએ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત કારે પહેલા એક ટ્રકને ઓવરટેક કરી હતી અને બીજા ટ્ર્કને ટક્કર મારી હતી. મૃતકોની ઓળખ શ્યામપુર નિવાસી ફરીદુલ ઇસ્લામ, આઝાદ અલી, ઇબ્રાહિમ અલીના રૂપમાં થઇ છે. જ્યારે સાનિયા અખ્તર અને તેની માતા મોનોવારા દયાપમના રહેવાસી છે.

આ પણ વાંચો - VIDEO: દારૂના નશામાં ડંડો લઇને રસ્તા પર નીકળ્યો યુવક, ટ્રાફિક કોન્સ્ટેબલે રોક્યો તો ખરાબ રીતે માર માર્યો

બતાવવામાં આવી રહ્યું છે કે મૃતક પોતાની યૂટ્યૂબ ચેનલ (YouTube channel)માટે વીડિયો શૂટ કરીને રોવટાથી પરત ફરી રહ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે ઇજાગ્રસ્તોને પહેલા મંગલદાઇ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાથી ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

કેશાદ માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો, અકસ્માતમાં 5 ના મોત

કેશોદ (Keshod)માટે શનિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. કેશોદના કોયલાણા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત (accident)થયો હતો. અલગ-અલગ બે અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા હતો. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં પાણખાણ ગામના 2 યુવકોના મોત થયા હતા. એસટી બસે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને યુવાનો નીચે કચડાઇ જતા મોત થયા હતા. અકસ્માત બાદ એસટી બસનો ડ્રાઇવર અને કંડક્ટર રફુચક્કર થઇ ગયા હતા.

આ પણ વાંચો - પોલીસ કર્મચારીએ પહેલા પત્નીની કરી હત્યા, પછી ગોળી મારી આત્મહત્યા કરી

કેશોદમાં અન્ય એક અકસ્માતની વાત કરવામાં આવે તો કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે એક ઈનોવા કાર પસાર થઈ રહી હતી. આ સમયે ઇનોવા કારનું આગળનું ટાયર નીકળી જતાં ગતિમાં ચાલતી કાર ગોથા ખાઈ ગઈ હતી. નવસારીના પરિવારની કારને અકસ્માત નડતાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કારનું આગળનું ટાયર નીકળી જતાં અકસ્માત સર્જાયો હતો.
First published:

Tags: Accident News, અકસ્માત, આસામ