હંદવાડા એન્કાઉન્ટરઃ આતંકીઓની કેદથી પરિવારને મુક્ત કર્યો પરંતુ પોતે શહીદ થયા 5 વીર જવાન

News18 Gujarati
Updated: May 3, 2020, 12:32 PM IST
હંદવાડા એન્કાઉન્ટરઃ આતંકીઓની કેદથી પરિવારને મુક્ત કર્યો પરંતુ પોતે શહીદ થયા 5 વીર જવાન
પ્રતીકાત્મક તસવીર

પોતાના જીવની બાજી લગાવીને આતંકીઓ સામે લડ્યા વીર જવાન, કેદ પરિવારને બચાવતાં શહીદી વહોરી

  • Share this:
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના કુપવાડા જિલ્લાના હંદવાડા (Handwara)માં શનિવારે આતંકી એન્કાઉન્ટર (Terrorist Encounter) દરમિયાન શહીદ થયેલા બે અધિકારીઓ સહિત 5 જવાનોએ ફરી વાર સાબિત કરી દીધું છે કે ભારતીય સેના જ્યાં સુધી આપણી રક્ષામાં તૈનાત છે આપણે કંઈ પણ ન થઈ શકે. મૂળે ભારતીય સેનાને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે કેટલાક આતંકી કુપવાડા જિલ્લાના હંદવાડામાં ચાંજમુલ્લા વિસ્તારમાં છુપોયલા છે અને આતંકવાદીઓએ એક ઘરને પોતાના કબજામાં લઈ ત્યાં રહેતા પરિવારને કેદ કરી દીધો છે. સેનાના જવાનોએ પોતાના જીવની ચિંતા ન કરતાં ઘરમાં કેદ તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, પરંતુ એન્કાઉન્ટરમાં તેઓ શહીદ થઈ ગયા.

મળતી જાણકારી મુજબ, આતંકવાદીઓએ આ રીતે નાગરિકોને કેદ કરવાની જાણ થયાના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આ ઓપરેશનમાં સેનાના પાંચ જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસની એક ટીમે હિસ્સો લીધો. પરિવારના કેદ તમામ નાગરિકોને સહી સલામત છોડાવવા માટે સમગ્ર વિસ્તારને પહેલી ઘેરી લીધો. મળતી માહિતી મુજબ, પોતાને ઘેરાતા જોઈ ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

બંને તરફથી લાંબા સમય સુધી એન્કાઉન્ટર ચાલ્યા બાદ અંતે ઘરમાં ફસાયેલા તમામ નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. એન્કાઉન્ટરમાં ઘરમાં છુપાયેલા બંને આતંકવાદીઓના પણ મોત થયા. મળતી માહિતી મુજબ, ઠાર મરાયેલા બંને આતંકવાદી જમ્મુ-કાશ્મીરના નહોતા. આતંકવાદીઓ વિશે જાણકારી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો, કુલભૂષણ જાધવને મુક્ત કરાવવા પાકિસ્તાન સાથે થઈ હતી બૅક-ચેનલ વાતચીતઃ હરીશ સાલ્વે

કર્નલ અને મેજર સહિત 5 જવાન શહીદ

ચાંજમુલ્લા વિસ્તારમાં શનિવાર મોડી રાત સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં એક કર્નલ, એક મેજર, બે સેનાના જવાન અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા છે. શહીદ થનારામાં કર્નલ આશુતોષ, મેજર અનુજ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શકીલ કાજી, એક લાન્સ નાયક અને એક રાઇફલમેન સામેલ છે. કર્નલ આશુતોષ શર્માએ આતંકવાદીઓ વિરદ્ધ અનેક ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યા છે. આ એન્કાઉન્ટરમાં તેઓ શહીદ થયા છે.આ પણ વાંચો, Password વગર પણ ઉપયોગ કરી શકો છો કોઈનું પણ WiFi, આ છે સરળ રીત

 
First published: May 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading