શ્રીનગરઃ હોસ્પિટલ પર હુમલાનો વીડિયો આવ્યો સામે, પાંચની ધરપકડ

News18 Gujarati
Updated: February 8, 2018, 4:18 PM IST
શ્રીનગરઃ હોસ્પિટલ પર હુમલાનો વીડિયો આવ્યો સામે, પાંચની ધરપકડ
આતંકીઓ પાક. મૂળના આતંકી નાવીદને ભગાડી ગયા હતા

પોલીસના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના ગેટ સુધી પહોંચવા માટે જે મોટરલાઈકલ અને વાહનનો ઉપયોગ થયો હતો તેને ટ્રેક કરી લેવામાં આવ્યા છે.

  • Share this:
શ્રીનગરઃ મંગળવારે શ્રીનગરની હોસ્પિટલમાં ફાયરિંગ કરીને પાકિસ્તાની મૂળના એક આતંકીને છોડાવી જવામાં મદદ કરનાર પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલના ગેટ સુધી પહોંચવા માટે જે મોટરલાઈકલ અને વાહનનો ઉપયોગ થયો હતો તેને ટ્રેક કરી લેવામાં આવ્યા છે. આ દરમિયાન હોસ્પિટલ બહારના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી હોસ્પિટલ પર હુમલો કરાયા પહેલાના છે.

22 વર્ષના નાવીદ જટને જ્યારે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આતંકીઓ ફાયરિંગ કરીને તેને પોલીસની પકડમાંથી છોડાવી ગયા હતા, આ હુમલામાં બે પોલીસકર્મી પણ શહીદ થયા હતા. આ કેસમા રૈનાવરી સેન્ટ્રલ જેલના સુપ્રીન્ટેન્ડેન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. ગત મંગળવારે આતંકીઓએ હુમલો કરીને એક પાકિસ્તાની આતંકવાદી અબુ હંઝુલાને છોડાવ્યો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી પણ શહીદ થયા હતા.

મંગળવારે શ્રી મહારાજા હરી સિંઘ હોસ્પિટલમાં છ આતંકીઓને રૂટિન ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. આ સમયે અમુક લોકોએ હોસ્પિટલમાં ગોળીબાર કર્યો હતો. આંતકીઓને લઈને જઈ રહેલા એક પોલીસકર્મીને ગોળી વાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. જ્યારે એક પોલીસ કર્મીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ગોળીબારનો લાભ ઉઠાવીને 22 વર્ષીય આતંકી નાવીદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

22 વર્ષના નાવીદ 2016થી આ જેલમાં રાખવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નાવિદ કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓમાં સંડોવાયેલો છે. ચૂંટણીની ફરજ નિભાવી રહેલા એક શિક્ષકની હત્યાના કેસમાં પણ તેની સંડોવણી હતી. સાત પોલીસની હત્યા પાછળ પણ તેની જ સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.નાવીદ જટ 2015માં ઠાર મરાયેલા લશ્કર-એ-તોઇબાના ચીફ અબુ કાસીમનો નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 26/11ના માસ્ટર માઇન્ડ ઝરી-ઉર-રહેમાનનો પણ તે નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
First published: February 8, 2018, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading