Home /News /national-international /

સલમાન ખાન: તે 48 કલાક... આરોપીથી દોષી અને પછી જેલથી બેલ સુધી

સલમાન ખાન: તે 48 કલાક... આરોપીથી દોષી અને પછી જેલથી બેલ સુધી

ત્રે આશરે 8 વાગ્યે સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત તેનાં ઘરે પહોચ્યો જ્યાં તેનાં મિત્રો અને નજીકનાં તેની રાહ જોઇ રહ્યાં હતાં

ત્રે આશરે 8 વાગ્યે સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત તેનાં ઘરે પહોચ્યો જ્યાં તેનાં મિત્રો અને નજીકનાં તેની રાહ જોઇ રહ્યાં હતાં

  જોધપુર: જોધપુર સેન્ટ્રલ જેલમાં બે દિવસ ગુજાર્યા બાદ એક્ટર સલમાન ખાનને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. તેને 1998નાં કાળિયાર શિકાર મામલે દોષી જાહેર કરી પાંચ વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ સજા તેને ગુરૂવારે 5 એપ્રિલનાં રોજ સંભળાવવામાં આવી હતી.

  પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે, સલમાનને જામીન મળ્યા બાદ તેને પોલીસની સુરક્ષામાં એરપોર્ટ પર લઇ જવામાં આવ્યો જ્યાંથી તે પ્રાઇવેટ વિમાન દ્વારા મુંબઇ માટે રવાના થયો. રાત્રે આશરે 8 વાગ્યે સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત તેનાં ઘરે પહોચ્યો જ્યાં તેનાં મિત્રો અને નજીકનાં તેની રાહ જોઇ રહ્યાં હતાં.

  બે દિવસમાં શું શું થયું
  કાળિયાર શિકાર મામલે ગુરૂવારે નિર્ણય સંભળાવવામાં આવ્યો જે માટે સલમાન તેની બંને બહેનો અલવીરા, અર્પિતા અને બોડીગાર્ડ શેરા સાથએ પહોચ્યો હતો. તે ઉપરાંત એક્ટ્રેસ નીલમ, તબૂ, સોનાલી બેન્દ્રે અને એક્ટર સૈફ અલી ખઆન પણ કોર્ટ પહોચ્યો હતો. કોર્ટે શિકાર કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કર્યો અને અન્ય એક્ટર્સને મુક્ત કરવામાં આવ્યાં. તે બાદ સલમાનને કોર્ટથી સીધો સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યો. અહીં સલમાનને આસારામની સાથે બેરેકમાં રાખવામાં આવ્યો. જેલમાં પહેલી રાત સલમાન માટે ઘણી મુશ્કેલીઓ રહી. તેનાં ચેક અપ માટે બે ત્રણ ડોક્ટરની ટીમ જેલમાં પહોંચી હતી.

  આગલા દિવસે સલમાનની બેલ અપીલ પર સુનાવણી થઇ અને જજે તેમનો નિર્ણય શનિવારે સુરક્ષિત રાખ્યો. જેલનાં સોર્સિસનાં જણાવ્યાં મુજબ બીજા દિવસે સલમાન ખાને જેલમાં ચા પીધી, જમ્યો અને થોડા સમય માટે વર્જિશ કરી. શુક્રવારે એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા અને તેની બહેનો તેને મળવા પહોંચી હતી. તો શુક્રવારે મોડી રાત્રે રાજસ્થાનનાં 134 જજની ટ્રાન્સફર થઇ ગઇ.

  જેમાં સલમાનની જામની પર સુનાવણી કરનારા જજ રવિન્દ્ર કુમાર જોષી પણ શામેલ હતાં. જે બાદ સલમાનની બેલ થોડા દિવસ માટે ટળવાની વાતો થવા લાગી. જેલ સોર્સિસે કહ્યું કે જજની ટ્રાન્સફરનાં સમાચારથી સલમાન પરેશાન થઇ ગયો હતો.

  જોકે જિલ્લા એવં સત્ર ન્યાયાધીશ રવિન્દ્ર કુમાર જોષીએ શનિવારે તેમની ખુરશી છોડતા પહેલાં સલમાનના જામીન તેમજ સજાને એક મહિના સુધી નિલંબિત કરવાની અપીલ સ્વીકારી લીધી જેથી સલમાન તેની દોષસિદ્ધી અને સજા વિરુદ્ધ અપીલ કરી શકે.

  જોધપુરનાં બે લોકોએ આપી સલમાનની જામીન
  બચાવ પક્ષનાં વકિલ મહેશ બોરાએ કહ્યું કે, સલમાનને 50,000 રૂપિયાનાં અંગત બોન્ડ હેઠળ આ જ રકમ ભરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં. તેમણે કહ્યું કે, જોધપુરનાં બે સ્થાનીક નાગરીકોએ સલમાનનાં જામીન કરાવ્યા. કોર્ટે જામીનની શરત મુકી કે તે વિદેશ નહીં જઇ શકે. તો આ મામલે વધુ સુનાવણી 7 એપ્રિલનાં રોજ થશે.

  પોલીસ એધિકારીનાં જણાવ્યાં અનુસાર કોર્ટે દસ્તાવેજ જેલ અધિકારીઓને મળઅયા બાદ સલમાન જેલમાંથી મુક્ત થયો. જેલનાંઅધિકારીક સૂત્રોનાં જણાવ્યા મુજબ સલમાનને લેવા માટે તેની બહેન અર્પિતા અલવીરા અને તેમનો સિક્યોરિટી ગાર્ડ શેરા પહોચ્યો હતો.

  સલમાન જામીન પર છુટ્યાં બાદ સલમાન જેમ જેલનાં મુખઅય દરવાજેથી બહાર નીકળઅયો ઉત્સાહિત પ્રશંસકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી. ચાહોકમાં મહિલાઓ અને બાળકો પણ હતાં. ચાહકોને કાબૂમાં કરવા અને સલમાન ખાનને એરપોર્ટ સુધી પહોચાડવામાં પોલીસને ઘણી મહેનત કરવી પડી હતી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: 48 hours, Black Buck case, સલમાન ખાન

  આગામી સમાચાર