કોરોના સંક્રમિત ટ્રમ્પ માટે 48 કલાક અગત્યના, ચીફ ઓફ સ્ટાફે કહ્યું- ‘હાલત ખૂબ ચિંતાજનક’

ડૉક્ટરોની ટીમે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સારો રિસ્પોન્સ કરી રહ્યા છે પરંતુ આગામી 48 કલાક ઘણા અગત્યના

ડૉક્ટરોની ટીમે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સારો રિસ્પોન્સ કરી રહ્યા છે પરંતુ આગામી 48 કલાક ઘણા અગત્યના

 • Share this:
  વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું શનિવારે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું. આ બુલેટિન મુજબ ટ્રમ્પ માટે આગામી 48 કલાક ખૂબ અગત્યના છે. તેમને તાવ નથી. જોકે વ્હાઇટ હાઉસથી જાહેર બુલેટિનમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની તબિયતને લઈને કંઈ ખાસ કહેવામાં નથી આવ્યું. ન્યૂયોર્ક ટાઇમ્સે ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ માર્ક મિડોઝના હવાલાથી કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખની હાલત ખૂબ જ વધુ ચિંતાજનક છે.

  24 કલાક દરમિયાન ટ્રમ્પના સ્વાસ્થ્યમાં સુધાર થયો છે

  ટ્રમ્પના સારવારમાં લાગેલી મેડિકલ ટીમે કહ્યું કે તેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થઈ રહી. તેમને ઓક્સિજન પણ આપવાની જરૂર ઊભી નથી થઈ. ટીમે કહ્યું કે ટ્રમ્પ સારો રિસ્પોન્સ કરી રહ્યા છે પરંતુ આગામી 48 કલાક ઘણા અગત્યના છે. આ ટીમના ડૉક્ટર સીન કોલ્ને કહ્યું કે ટ્રમ્પ પોતાના બેડથી ઉતર્યા અને તેમણે વોક પણ કર્યું. તેમને 24 કલાક દરમિયાન તાવ, કફ, બંધ નાક અને થાકની પણ ફરિયાદ નથી થઈ.

  આ પણ વાંચો, જ્યારે કૉંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીઓ વરસાવી તો આવી રીતે ઢાલ બની ગઈ પ્રિયંકા ગાંધી, Video વાયરલ

  મલેનિયા વ્હાઇટ હાઉસમાં ક્વૉરન્ટિન

  ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મલેનિયા પણ કોરોના સંક્રમિત થયા છે. ટ્રમ્પની સારવાર વાલ્ટર રીડ આર્મી હૉસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ મલેનિયા વ્હાઇટ હાઉસમાં જ સેલ્ફ આઇસોલેશનમાં છે. ટ્રમ્પ શુક્રવારે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની અને પોતાની પત્નીના કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. તેઓએ લખ્યું હતું કે તેમની અને પત્ની મલેનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે સૂચના આપતા કહ્યું કે ટ્રમ્પ થાક અનુભવી રહેતી હતી, પરંતુ તે આશાવાદી છે.

  આ પણ વાંચો, હવે ઓનલાઇન લેવડ-દેવડ માટે કામ નહીં આવે આપનું ડેબિટ/ક્રેડિટ કાર્ડ, RBIએ બદલ્યા નિયમ

  વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને રેમડેસિવીર દવા આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમણની કોઈ સારવાર નથી, પરંતુ આ વાયરસને નબળો કરવા માટે જે દવાઓની સૌથી વધુ ચર્ચા રહી છે, તે પૈકી એક રેમડેસિવીર છે. અમેરિકાએ આ વર્ષે મે મહિનામાં રેમડેસિવિરને ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓને સારવાર માટે ઉપયોગની મંજૂરી આપી હતી. રેમડેસિવિર અમેરિકાની ફાર્મા કંપની ગિલિયડની એક એન્ટીવાયરલ દવા છે. આ દવાનો મોટો જથ્થો ખેપ અમેરિકાએ ભારત પાસેથી મંગાવી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: