બિહારમાં ચમકી તાવનો કહેર, 48 બાળકોનાં મોત, ઓછા પડી રહ્યા છે ICU

News18 Gujarati
Updated: June 12, 2019, 11:34 AM IST
બિહારમાં ચમકી તાવનો કહેર, 48 બાળકોનાં મોત, ઓછા પડી રહ્યા છે ICU
ફાઇલ તસવીર

અત્યાર સુધી ચમકી તાવને કારણે 48 બાળકોનાં મોત થયા છે. જ્યારે 60 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • Share this:
પટના :  બિહારમાં ચમકી તાવ એટલે કે એક્યૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ (AES)નો કહેર ચાલુ જ છે, આ બીમારીને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બીમારીને કારણે 10 બાળકોનાં મોત થયા છે, જ્યારે 23 નવા બાળકોને સારવાર દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાંથી સાત બાળકોનાં મોત SKMCH જ્યારે ત્રણ બાળકોનાં મોત કેજરીવાલ હોસ્પિટલમાં થયા છે. આ દરમિયાન નવા બાળકોને આ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ 60 બાળકો હોસ્પિટલમાં દાખલ છે. SKMCHના બાળ રોગ વિભાગના અધ્યક્ષ ડો. ગોપાલ શંકર સહનીએ જણાવ્યું કે બીમાર બાળકોની સંખ્યા વધી રહી હોવાથી બે નવા પીઆઈસીયૂ ખોલવામાં આવ્યા છે.

મોતનો આંકડો

અત્યાર સુધી ચમકી તાવને કારણે 48 બાળકોનાં મોત થયા છે. જ્યારે 60 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાંથી અત્યાર સુધી 22 બાળકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. આ પહેલા રવિવાર મોડી રાતથી સોમવાર મોડી રાત સુધી આશરે 20 બાળકોનાં મોત થઈ ગયા છે.

આજે આવશે ટીમ

બાળકોનાં સતત મોતને મામલે આજે કેન્દ્ર સરકારની તપાસ ટીવી મુઝફ્ફરપુર પહોંચશે. કેન્દ્રીય વિભાગની સાત સભ્યોની ટીમ પટના પહોંચી ચુકી છે.

ઓછા પડ્યા ICUશહેરની બે હોસ્પિટલમાં અત્યાર સુધી 48 બાળકોનાં મોત થઈ ચુક્યા છે. બાળકોની બીમારીને જોઈને ચાર ICU ચાલુ કરવામાં આવ્યા છે, છતાં બેડ ઓછી પડી રહી છે. એક બેડ પર બે બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. આ વચ્ચે SKMCHમાં સારા સમાચાર મળ્યાં છે કે સારવાર માટે દાખલ અમુક બાળકોની તબીયત સારી થઈ રહી છે. છ બાળકોને સારવાર બાદ PICUથી જનરલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

એક્શનમાં સરકાર

આ પહેલા સીએમ નીતિશ કુમારે તમામ વિભાગોના સચિવોને આ મામલે ધ્યાન આપવાની સૂચના આપી હતી. સીએમએ જણાવ્યું હતું કે બાળકોનાં મોતથી સરકાર ચિંતિત છે. નીતિશ કુમારે મુખ્ય સચિવને AES પર જાતે નજર રાખવાની સૂચના આપી હતી. સાથે જ તેમણે આ બીમારીને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ સૂચના આપી હતી.
First published: June 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading