Home /News /national-international /ઈવીએમ ખરીદવા માટે 4,555 કરોડ રૂપિયાની જરૂરત: લો કમીશન

ઈવીએમ ખરીદવા માટે 4,555 કરોડ રૂપિયાની જરૂરત: લો કમીશન

પ્રતિકાત્મક તસવીર

ચૂંટણી પંચને મોકલેલ ડ્રાફ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2019માં થનાર લોકસભા ચૂંટણીમાં 10 લાખ 60 હજાર પોલિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.

    લો કમીશનનું કહેવું છે કે, આવનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ અને પેપટ ટ્રોલ મશીનોની ખરીદી માટે લગભગ 4500 કરોડ રૂપિયાની જરૂરત છે. ચૂંટણી પંચને મોકલેલ ડ્રાફ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2019માં થનાર લોકસભા ચૂંટણીમાં 10 લાખ 60 હજાર પોલિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે.

    રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચે પાછળથી સૂચના આપી હતી કે, ચૂંટણીમાં 12.9 લાખ બેલેટ યૂનિટ્સ, 9.4 લાખ કંટ્રોલ યૂનિટ્સ અને લગભગ 12.3 લાખ વીવીપીએટી (વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ મશીન્સ અથવા પેપર ટ્રેલ મશીન્સ)ની અછત વર્તાઈ શકે છે.

    ચૂંટણી પંચ અનુસાર ઈવીએમ જેમાં એક કંટ્રોલ યૂનિટ, એક બેલેટ યૂનિટ અને એક વીવીપીએટી સામેલ હોય છે તેની કિંમત 33,200 રૂપિયા છે. ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર ચૂંટણી પંચે તે વાત સામે રાખી દીધી છે કે, ઈવીએમની ખરીદી પર 4,555 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. એક ઈવીએમની ઉંમર 15 વર્ષ હોય છે. આ વાતનું ધ્યાનમાં રાખતા લો કમીશને કહ્યું કે, વર્તમાન કિંમત અનુસાર 2024માં થનાર ચૂંટણીમાં 1751.17 કરોડ અને 2029માં 2017.93 કરોડ રૂપિયા ખર્ચ કરીને ઈવીએમ મંગાવવામાં આવશે.

    માત્ર આટલું જ નહી 2034માં થનાર ચૂંટણીઓમાં 13,981.58 કરોડ રૂપિયા ઈવીએમ પર ખર્ચ કરવામાં આવશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Law commission, ઇવીએમ

    विज्ञापन
    विज्ञापन