Home /News /national-international /હિમાચલમાં 11 વાગ્યા સુધીમાં 17.98% મતદાન થયું, મંડીમાં સૌથી વધારે વોટિંગ, લાહૌલ સ્ફતીમાં સૌથી ઓછું, હમીરપુરમાં EVM બગડ્યું

હિમાચલમાં 11 વાગ્યા સુધીમાં 17.98% મતદાન થયું, મંડીમાં સૌથી વધારે વોટિંગ, લાહૌલ સ્ફતીમાં સૌથી ઓછું, હમીરપુરમાં EVM બગડ્યું

મંડીમાં સૌથી વધારે વોટિંગ, લાહૌલ સ્ફતીમાં સૌથી ઓછું,

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. સવારના 3 કલાક (8થી 11 વાગ્યા સુધી)માં 17.98% વોટિંગ થયું. મંડી જિલ્લામાં સૌથી વધારે 21.92% અને લાહૌલ સ્ફતીમાં સૌથી ઓછું 5% મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે મતદાન પર ઠંડી અને બરફવર્ષાની અસર જોવા મળી રહી છે. બપોર સુધી મતદાન વધશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Himachal Pradesh, India
    હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. સવારના 3 કલાક (8થી 11 વાગ્યા સુધી)માં 17.98% વોટિંગ થયું. મંડી જિલ્લામાં સૌથી વધારે 21.92% અને લાહૌલ સ્ફતીમાં સૌથી ઓછું 5% મતદાન થયું છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે મતદાન પર ઠંડી અને બરફવર્ષાની અસર જોવા મળી રહી છે. બપોર સુધી મતદાન વધશે.

    સમગ્ર હિમાચલમાંથી 412 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના લગભગ 56 લાખ મતદારો તેમના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 28 લાખ 54 હજાર 945 પુરૂષ, 27 લાખ 37 હજાર 845 મહિલા અને 38 થર્ડ જેન્ડર મતદારો છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.


    આ કિન્નરના રેકોંગપીસના બૂથનો ફોટો છે. અહીં સવારે તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ હતું. આમ છતાં દિવ્યાંગે સવારે 9 વાગે પોતાનો મત આપ્યો હતો.


    લાહૌલ-સ્પીતિના જહલમન મતદાન મથકની મહિલાઓએ પરંપરાગત પોશાક પહેરીને મતદાન કર્યું હતું.


    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમના પરિવાર સાથે હમીરપુર જિલ્લાની સુજાનપુર બેઠક પર મતદાન કર્યું હતું.

    સવારે ઠંડીમાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા


    હમીરપુર જીલ્લાના સમીરપુર પોલિંગ બુથ પર લોકો વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચી રહ્યા છે. લોકો મતદાન કરવા માટે લાઈનમાં ઉભા છે.

    Nearly 30,000 security personnel deployed to ensure free, fair polls in Himachal


    મોદીએ ટ્વિટ કર્યું, લોકશાહીના આ પર્વમાં લોકો પૂરા ઉત્સાહ સાથે ભાગ લે


    પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.




    ગૃહમંત્રી અમિત શાહે લોકોને મતદાન કરવાની અપીલ કરી


    ગૃહમંત્રી અમિત શાહે પણ મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે હિમાચલનો વિકાસ મજબૂત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારથી જ શક્ય બનશે. અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, માત્ર એક મજબૂત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર જ હિમાચલ પ્રદેશને વિકાસમાં સૌથી આગળ રાખીને દેવભૂમિના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. હું હિમાચલના તમામ મતદાતાઓને, ખાસ કરીને માતાઓ, બહેનો અને યુવાનોને અપીલ કરું છું કે સુવર્ણ આવતીકાલ માટે વધુમાં વધુ સંખ્યામાં વોટ કરો અને મજબૂત સરકાર પસંદ કરો.







    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યના લોકોને સંદેશ લખતા ટ્વીટ કર્યું કે પહેલા મતદાન, પછી જળપાન. લોકશાહીના આ પર્વમાં રાજ્યની જનતાએ પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવો જોઈએ. મોટી સંખ્યામાં મતદાન કરો. તમારો એક મત હિમાચલને સમૃદ્ધ બનાવશે.

    15,256 ફૂટની ઉંચાઈ પર પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે


    ચૂંટણી પંચે મતદાન માટે ખાસ તૈયારીઓ કરી છે. તેણે 15,256 ફૂટની ઊંચાઈએ મતદાન મથક પણ બનાવ્યું છે. લાહૌલ-સ્પીતિ જિલ્લાના સ્પીતિ વિસ્તારમાં તાશીગંગ, કાઝા ખાતે સૌથી ઊંચું બૂથ બનાવવામાં આવ્યું છે, જ્યાં 52 મતદારો મતદાન કરશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: 2022 Assembly elections, Himachal Pradesh Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन