Home /News /national-international /True Love ! બ્રેકઅપના 43 વર્ષ બાદ પણ પ્રેમીકાએ એજ વ્યક્તિ સાથે લગ્ન કર્યા, વૃદ્ધ યુગલની હૃદયસ્પર્શી પ્રેમ કહાની

True Love ! બ્રેકઅપના 43 વર્ષ બાદ પણ પ્રેમીકાએ એજ વ્યક્તિ સાથે લગ્ન કર્યા, વૃદ્ધ યુગલની હૃદયસ્પર્શી પ્રેમ કહાની

અમેરિકામાં એક મહિલાએ 43 વર્ષના બ્રેકઅપ પછી જેને પ્રેમ કર્યો હતો તેની સાથે લગ્ન કરી લીધા. (ફોટો-ઇન્સ્ટાગ્રામ-@people)

અમેરિકામાં એક મહિલાએ 43 વર્ષના બ્રેકઅપ પછી જેને પ્રેમ કર્યો હતો તેની સાથે લગ્ન કરી લીધા. આ હ્રદય સ્પર્શી લવ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર People નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. લાખો લોકોએ તેને લાઈક કર્યો છે, અને હજારો લોકોએ તેના પર કોમેન્ટ કરી છે.

વધુ જુઓ ...
પહેલો પ્રેમ ! ખબર નહીં કેટલાય લોકો પાસેથી આ શબ્દ તમે સાંભળ્યો હશે. મોટાભાગના લોકો ઈચ્છે છે કે, પહેલો પ્રેમ જીવનભર તેમની સાથે રહે. જોકે, ઘણી વખત સંજોગો એવા બની જાય છે કે, ઈચ્છા વગર પણ કોઈના પ્રેમને ભૂલી જવું પડે છે. એક અમેરિકન કપલની આવી જ એક હૃદય સ્પર્શી લવ સ્ટોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બ્રેકઅપના 43 વર્ષ બાદ બંનેએ લગ્ન કર્યા અને તે પણ તે જ વ્યક્તિ સાથે જેની સાથે તેઓ ગાઢ પ્રેમમાં હતા.

આ વાર્તા છે જીન વોટ્સ અને તેના પ્રેમીકા સ્ટીફન વોટ્સની. બંનેની મુલાકાત 1971માં કોલેજકાળ દરમિયાન થઈ હતી. જ્યા જીન વોટ્સન સિનીયર હતા. અને સ્ટીફન ફ્રેશર હતી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. જ્યારે સ્ટીફને તેની માતાને આ વાત કહી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેની માતાએ તેને ના પાડી દીધી. તેની માતા આંતરજાતીય સંબંધોની વિરુદ્ધ હતી. તે ઈચ્છતી ન હતી કે તેની ગોરી દીકરીનો કોઈ અશ્વેત માણસ સાથે સંબંધ હોય. તેણે લગ્ન માટે પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.

ગુપ્ત રીતે સાત વર્ષ સુધી ડેટિંગ કર્યું

તેમ છતાં, દંપતીએ સાત વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટિંગ કર્યું. પરંતુ જ્યારે જીને કોલેજમાંથી પાસ આઉટ થઈને નોકરી શરૂ કરી, ત્યા તેઓ સાંજની શિફ્ટમાં હતા, ત્યારે આ બંને કપલનું મળવાનું ઓછુ થઈ ગયુ. 69 વર્ષીય જીને કહ્યું, તે સમયે મારી માતા ખૂબ જ ચિડાઈ ગઈ હતી. તે મનેે ખૂબજ બોલી. જોકે, પરિવારમાંબદનામી થવાના ડરથી, તેમણે મારા પર તમામ રોક લગાાવી દીધી, જેમાં અમારુ મળવાનુ પણ બંધ થઈ ગયુ. તે સમયે મને ઘણો પસ્તાવો થતો હતો.
View this post on Instagram


A post shared by People Magazine (@people)


આટલા વર્ષો પછી તરત જ એકબીજાને ઓળખી ગયા

જોકે, આ કપલના લગ્ન થયા પરંતુ તે લાંબો સમય ટકી શક્યા નહીં. બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા. અને વર્ષો પછી તેને લાગ્યું કે સ્ટીફનને શોધવો જોઈએ. 2021 માં, તેની ભત્રીજી દ્વારા, તેણે સ્ટીફનને શોધી કાઢ્યો. સ્ટીફનને પણ કોઈ સંતાન ન હતું. તે બેઘર હતો. તેમને બે વખત હાર્ટ એટેક આવ્યો હતો, તેથી તેઓ નર્સિંગ હોમમાં રહેતા હતા.

આ પણ વાંચો :  સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ શરૂ! મહેંદી મુકાવતી એક્ટ્રેસનો ફોટો વાયરલ

પરંતુ જ્યારે તે વોટ્સને મળી, ત્યારે તેણે તેને તરત જ તેમને ઓળખી લીધા અને ખુશ ખુશ થઈ ગઈ હતી. તેણીએ કહ્યું કે, હું જાણતી હતો કે તે હજુ પણ મને પ્રેમ કરે છે. બાદમાં બંને ઘરે ગયા અને ગયા વર્ષે ઓક્ટોબરમાં બંનેએ લગ્ન કરી લીધા. સ્ટીફને કહ્યું, તે અદ્ભુત છે. તે મારું હૃદય અને આત્મા છે. હું તેની સાથે કાયમ રહેવા માંગુ છું.

લાખો લોકોએ આ સ્ટોરીને પસંદ કરી છે

આ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર People નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે. જેેને અત્યાર સુધીમાં 1.18 લાખ લોકો લાઈક કરી ચૂક્યા છે અને હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી છે. એક મહિલાએ તેની વાર્તા શેર કરી લખ્યું, મારા પેરેન્ટ્સે મને રિજેક્ટ કર્યો કારણ કે મેં એક અશ્વેત વ્યક્તિ સાથે લગ્ન કર્યા. પણ મને કોઈ વાતનો અફસોસ નથી. એકે લખ્યું, શાબાશ મેડમ, પ્રેમની કોઈ સીમા હોતી નથી. હાલ આ સુંદર લવ સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર ખૂબજ વાયરલ થઈ રહી છે.
First published:

Tags: Love story, True Story

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો