બે જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ, 25 અને અનેક ઘરમાં લગાવાઈ આગ, 50થી વધુની અટકાયત

News18 Gujarati
Updated: August 2, 2020, 3:56 PM IST
બે જૂથ વચ્ચે હિંસક જૂથ અથડામણ, 25 અને અનેક ઘરમાં લગાવાઈ આગ, 50થી વધુની અટકાયત
હિંસાની તસવીર

શનિવારે એક વ્યક્તિની કથિત હત્યા બાદ હિંસા ભડકી ઉઠી. બંને જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 25 હોડી, માછલી પકડવાની 50 જાળ, 25 ટુ-વ્હીલર અને ચાર કારમાં આગ લગાવી દેવામાં આવી છે, અનેક ઘરમોમાં તોડફોડ પણ કરાઈ

  • Share this:
નવી દિલ્હી : તામિલનાડુના કુડ્ડાલોરમાં શનિવારે એક વ્યક્તિની કથિત હત્યા બાદ હિંસા ભડકી ઉઠી. ભીડે આ હિંસા દરમિયાન એક નાવ અને ટુ-વ્હીલરોમાં આગ લગાવી દીધી. આ પુરા મામલામાં પોલીસે 43 લોકોની અટકાયત કરી છે. તેમની પૂછતાછ ચાલુ છે. આ ઘટના થાલંગુડા ગામની છે.

તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં શનિવાર રાત્રે વિરોધી રાજનૈતિક સમૂહ વચ્ચે હિંસક અથડામણ બાદથી માહોલ તણાવ ભર્યો છે. આ જૂથઅથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઉપદ્રવિઓએ આ દરમિયાન અનેક હોડીઓ અને વાહનોમાં આગ લગાવી દીધી તથા અનેક ઘરમોમાં તોડફોડ કરી. આ હુમલા બાદથી પૂરા વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્તારમાં બે જૂથ વચ્ચે લાંબા સમયથી રાજનૈતિક દુશ્મનાવટ પણ ચાલી રહી છે. આ દુશ્મનાવટ એક પૂર્વ સ્થાનીક નેતાના ભાઈની કથિત રીતે હત્યા બાદ વધી ગઈ. શરૂઆતના રિપોર્ટ અનુસાર, બંને જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 25 હોડી, માછલી પકડવાની 50 જાળ, 25 ટુ-વ્હીલર અને ચાર કારમાં આગ લગાવી દેવામાં આવી છે. આ આગજર્ની દરમિયાન લગભગ 10 ઘરોમાં પણ તોડફોડ કરવાની ફરિયાદ પણ મળી છે. ઘટનાને નજરે જોનારા લોકોના કહેવા અનુસાર, તોફાની તત્વો સંપત્તિને નુકશાન પહોંચાડી અને આગ લગાવી ફરાર થઈ ગયા.

આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા અંતર્ગત 200 પોલીસ કર્મીનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. કુડ્ડાલોર એસપી અનુસાર, નાવ અને વાહનોમાં આગ લગાવાવની ઘટના બની છે, કેટલાક ઘરોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. આ હુમલા બાદથી વિસ્તારમાં ડરનો માહોલ છે.
Published by: kiran mehta
First published: August 2, 2020, 3:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading