42 men cheated by their foreign wives: મહિલા કમિશન (Womens commission)ના ચેરમેને તમામ પતિઓને આશ્વાસન આપ્યું કે પોતાના પતિઓને દગો આપીને વિદેશ ભાગી ગયેલી યુવતીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ચંદીગઢ: પંજાબમાં વિદેશ ચાલી ગયેલી પત્ની (Foreign wife)ઓના ઠગાઈનો શિકાર બનેલા 42 પતિદેવો રાજ્ય મહિલા આયોગ (Womens commission)ના ચેરમેન મનીષા ગુલાટી (Manisha Gulati) પાસે પોતાની સમસ્યા લઈને પહોંચ્યા છે. આ તમામ એવા પતિદેવો છે જેમણે વિદેશમાં સ્થાયી થવા માટે લગ્નનો કરાર (Marriage contract) કર્યો હતો અને તેમની પત્નીઓને લોન કે પછી ઉધાર લઈને લાખો રૂપિયા આપ્યા હતા. આશરે પાંચ-છ કલાકની રાહ જોયા બાદ તેમાંથી ચાર-પાંચ લોકો જ પોતાની ફરિયાદ મહિલા ચેરમેન સમક્ષ મૂકી શક્યા હતા. જે બાદમાં મહિલા આયોગના ચેરમેને તમામ લોકોને એવું આશ્વાસન આપ્યું છે કે જે યુવતીએ પોતાના પતિને દગો દઈને વિદેશ ભાગી ગઈ છે, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમને ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે તમામ યુવકો બરનાલાના ગામ કોઠે ગોવિંદપુરા પહોંચ્યા હતા. અહીં મહિલા આયોગના ચેરમેન મનીષા ગુલાટી વિદેશ ગયેલી પત્ની બેઅંત કૌરથી પરેશાન થઈને આપઘાત કરી લેનાર લવપ્રીતના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન લુધિયાણાના સુખવિંદરે જણાવ્યું કે, તેણે તેની પત્ની જૈસલિનને 20 લાખ રૂપિયા આપીને કેનેડા મોકલી છે. બાદમાં તેણીએ પોતાનો મોબાઇલ નંબર બદલી નાખ્યો હતો અને પરિવાર સાથે સંપર્ક કાપી નાખ્યો હતો.
સુખવિન્દરે કહ્યું કે, પોલીસે હજુ સુધી આ મામલે કેસ દાખલ નથી કર્યો. આ જ રીતે પંજાબના ધૂરીના અમનદીપનું કહેવું છે કે તેને પત્ની તરનજીત કૌરે એક વખતે કેનેડા બોલાવ્યો હતો, પરંતુ પાકા કાગળ લાવવા માટે પરત મોકલી દીદો હતો. જે બાદમાં તેણીએ પણ પોતાનો નંબર બદલી દીધો હતો. અમનદીપ ત્યારથી ભારતમાં જ છે અને પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા માટે બે વર્ષથી પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે. તેની પત્નીએ વિદેશ જવા માટે તેની પાસેથી 23 લાખ રૂપિયા પડાવી લીધા છે.
તપાના ગામ ગહલના સુખબીરે જણાવ્યું કે, તેની પત્ની શરણદીપ કૌર અને તેના પરિવારના સભ્યોએ તેની સાથે વિદેશમાં સ્થાયી થવા માટે 33 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમણે આઠ મહિના પહેલા ફરિયાદ આપી હતી, પરંતુ અત્યારસુધી કોઈ કાર્યવાહી થઈ નથી. બરનાલાના ગગનદીપે પણ 7 લાખ ખર્ચ કરીને પત્ની રમનદીપ કૌરને ઓસ્ટ્રેલિયા મોકલી હતી. જોકે, તેણી ત્યાં જઈને બધુ ભૂલી ગઈ હતી. એક વર્ષથી તેમની વાતચીત નથી થઈ રહી. ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર