શ્યામ વિશ્નોઈ, જાલોર. રાજસ્થાનના (Rajasthan) જાલોરથી (Jalore) એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે (Police) શનિવાર મોડી રાત્રે જુગાર સટ્ટાના અડ્ડા પર દરોડો પાડી ગુજરાતના (Gujarat) 42 જુગારીઓની (Gamblers arrested) ધરપકડ કરી છે. પોલીસના 5 જુગારી છતથી કૂદી ગયા. તેના કારણે તેઓ ઘાયલ થયા છે. ચાર આરોપીઓની હાલત ગંભીર હોવાના કારણે તેમને ગુજરાત રેફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી 30 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ જપ્ત કરી છે. પકડાયેલા આરોપી ગુજરાતથી રાજસ્થાન આવીને જાલોરના સાંચોરમાં જુગાર રમતા હતા. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ કાળા કારોબારની વિરુદ્ધ આ મોટી કાર્યવાહી સાંચોર પોલીસ (Sanchore Police) અને જયપુર સીઆઇડી સીબીની સ્પેશલ ટીમે સંયુક્ત રીતે શનિવાર મોડી રાત્રે કરી. પોલીસ ટીમે સાંચોરની એક હોટલમાં રેડ પાડીને ત્યાં જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં હોટલથી 42 જુગારીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 30 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જુગારીઓ પાસેથી કરોડો રૂપિયાના હિસાબ મળ્યા છે. પોલીસે તેને પણ જપ્ત કરી લીધા છે.
કાર્યવાહી દરમિયાન પોલીસને જોઈ કેટલાક જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો. આ ચક્કરમાં 5 જુગારી હોટલની છતથી કૂદી પડ્યા. તેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. તેમને સારવાર માટે ગુજરાત રેફર કરવામાં આવ્યા છે. બીજી તરફ એક આરોપીની સાંચોરમાં સારવાર ચાલી રહી છે. પ્રારંભિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનના પડોશી રાજ્ય ગુજરાતના રહેવાસી છે. અહીં તેઓ લાંબા સમયથી અલગ-અલગ હોટલમં રૂમ રાખીને જુગાર રમતા આવ્યા છે. અહીં આ ગોરખધંધો લાંબા સમયથી ચાલી રહ્યો હતો.
પોલીસે આ કાર્યવાહી જયપુરની સીઆઇડી સીબીને જાણભેદુના માધ્યમથી મળેલી માહિતીના આધારે કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં વધુ મોટા રહસ્ય ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠવાનું શરૂ થઈ ગયું છે કે આટલા લાંબા સમયથી સાંચોરમાં આ ગોરખધંધો ચાલતો હતો અને પોલીસને તેની આજ સુધી ગંધ કેમ નહોતી આવી?
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર